• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમિલનાડુમાં સરકાર રચવા વિજયે અન્ય પક્ષનો સાથ લેવો પડશે

અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ સ્થાપિત દ્રવિડ પક્ષોના વર્ચસ્વને પડકારીને પોતાની જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી દીધી પણ સરકાર રચવા સહારો જરૂરી બન્યો

dharmendravaghela by dharmendravaghela
2026-05-05 11:45:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તમિલનાડુની રાજનીતિમાં આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનની વાત નથી, પરંતુ સત્તાના સમીકરણો બદલાવાનો સંકેત પણ છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ સ્થાપિત દ્રવિડ પક્ષોના વર્ચસ્વને પડકારીને પોતાની જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી દીધી છે. તેમની પાર્ટી તમિલગ વેટ્રી કઝગમ 108 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે, પરંતુ 118ના બહુમતીના આંકડાથી હજુ પણ 10 ડગલાં દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ બની છે.

આ પરિણામ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે તમિલનાડુની જનતા બદલાવ ઈચ્છે છે, પરંતુ પૂર્ણ સત્તા કોઈ એકના હાથમાં સોંપવા હજુ તૈયાર નથી. તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન અને જે. જયલલિતા જેવા ફિલ્મી ચહેરાઓએ અગાઉ રાજનીતિમાં સફળતા મેળવી છે, પરંતુ રજનીકાંત અને કમલ હાસન જેવી મોટી હસ્તીઓ પોતાની લોકપ્રિયતાને વોટમાં ફેરવી શકી નહોતી. વિજય આ પેટર્નને તોડતા જોવા મળ્યા છે. તેમની રેલીઓમાં ઉમટી પડેલી ભીડ, ખાસ કરીને યુવાનો અને શહેરી મતદારોની ભાગીદારી દર્શાવે છે કે ટીવીકે એ ‘એન્ટી-ઇન્કમ્બન્સી’ અને ‘નવા વિકલ્પ’ એમ બંને ભાવનાઓને સફળતાપૂર્વક કેશ કરી છે. દલિત અને ખ્રિસ્તી વોટ બેંકમાં ગાબડું, જે પરંપરાગત રીતે ડીએમકે સાથે જતું હતું, તે આ વખતે નિર્ણાયક રીતે વિજય તરફ ખસતું જોવા મળ્યું છે.
હવે અસલી લડાઈ ચૂંટણી જીતવાની નહીં, પણ સરકાર બનાવવાની છે. વિજય સામે ચાર સ્પષ્ટ વિકલ્પો છે, પરંતુ દરેક વિકલ્પ પોતાની સાથે રાજકીય કિંમત અને જોખમ લઈને આવે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અગાઉથી જ સમર્થનનો સંકેત આપ્યો છે. ઓછો વૈચારિક ટકરાવ હોવાથી આ સૌથી સરળ રસ્તો હોઈ શકે છે. એનડીએ કે બીજેપીનો સાથ વિજય ભાજપને અગાઉ ‘વૈચારિક દુશ્મન’ ગણાવી ચૂક્યા છે. તેથી એનડીએ સાથે જવું તેમના લઘુમતી અને ઉદારવાદી વોટર બેંકને નારાજ કરી શકે છે.
AIADMK સાથે પોસ્ટ-પોલ ડીલ: આ વિકલ્પ સૌથી વ્યવહારુ દેખાય છે. સત્તાની જરૂરિયાત બંને પક્ષોને નજીક લાવી શકે છે અને AIADMK માટે આ ‘પોલિટિકલ ઓક્સિજન’ સમાન સાબિત થઈ શકે છે.
PMK, DMDK અને VCK જેવા નાના પક્ષો સાથે મળીને ‘થર્ડ ફ્રન્ટ’ મોડલ બનાવી શકાય છે. આમાં વિજયને સ્વતંત્રતા મળશે, પરંતુ સરકારની સ્થિરતા પર પ્રશ્નો ઊભા થશે.
તમિલનાડુમાં આ જનાદેશ ‘સંતુલિત’ છે. એમ.કે. સ્ટાલિનની ડીએમકે અને AIADMK વચ્ચે દાયકાઓથી ચાલતી રાજનીતિમાં હવે વિજય ત્રીજા ધ્રુવ તરીકે ઉભર્યા છે. વિજય સામે હવે અસલી પડકાર એ છે કે, તેઓ ‘સિસ્ટમ બદલવાની’ રાજનીતિ કરશે કે પછી ‘સિસ્ટમનો હિસ્સો’ બનીને સત્તા હાંસલ કરશે?

Tags: Tamilnaduthala vijay
Previous Post

હોર્મુઝમાં અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી : ૫ લોકોના મોત

Next Post

બ્રાઝિલમાં રહેણાંકી બિલ્ડિંગ સાથે વિમાન ટકરાતા પાયલટ સહિત ત્રણ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post

બ્રાઝિલમાં રહેણાંકી બિલ્ડિંગ સાથે વિમાન ટકરાતા પાયલટ સહિત ત્રણ લોકોના મોત

ભાવનગરમાં દારૂ અને બિયર ભરેલી સ્કોર્પિઓ કાર સાથે એક શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In