ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે. આ સાથે કોર્ટટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘણો સમય વીતી ગયો છે જેથી હવે સુનાવણી પણ નકામી છે. સુપ્રીમ કોર્ટે 2002ના કુખ્યાત ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય વીતવાની સાથે કેસ નકામા બની ગયા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નવ મોટા કેસમાંથી આઠમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે મંગળવારે 2002ના ચર્ચિત ગુજરાત રમખાણોને લગતી તમામ કાર્યવાહી બંધ કરી દીધી હતી. ગુજરાત રમખાણોને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. આ મામલાને લઈને કોર્ટે કહ્યું કે સમય વીતવાની સાથે તમામ મામલા નિરર્થક બની ગયા છે. સુપ્રીમ કોર્ટેઆ મામલે ખાસ કરીને 10 જેટલી અરજીઓનો નિકાલ કર્યો હતો. આ ઉપરાંત 2002ના ગુજરાત રમખાણો દરમિયાન હિંસાના કેસોમાં યોગ્ય તપાસની માંગ કરતી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા દાખલ કરાયેલી અરજીઓનો પણ આ અરજીઓમાં સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અદાલતના આદેશો હેઠળ વિશેષ તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નવ મોટા કેસોમાંથી આઠની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતના નરોડા ગામની નીચલી કોર્ટમાં એક કેસમાં અંતિમ દલીલ ચાલી રહી છે.