નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ના બી.એ. વિભાગના અનુશીલનવૃત ક્લબ દ્વારા આયોજિત ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિતે “ચાલો મેઘાણીના ગામમાં” શીર્ષક હેઠળ ભાતીગળ કાર્યક્રમ યોજાયો હતો
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ શૌર્યરસથી ભરેલી છે. આ પરંપરાને આજની યુવા પેઢી સુધી જીવંત રાખવામાં ઝવેરચંદ મેઘાણીનું બહુમુલ્ય યોગદાન રહ્યું છે. ગામડે ગામડે ફરી આપણા પાળિયાની વાર્તાઓ, લોકગીતો, વાર્તાઓ, બહારવટિયાની પરિશ્રમની કથાઓને એક તાંતણે બાંધીને સૌરાષ્ટ્રના આ મૂળભૂત વારસાને જીવંત બનાવ્યો હતો અને એને કારણેજ આ વારસો આજે જળવાઈ રહ્યો છે.
નંદકુંવરબા મહિલા કોલેજમાં “ચાલો મેઘાણી ના ગામમાં” શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો. જેમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અનુસાર ગામડું ઉભું કરાયું હતું અને “દીકરો” વાર્તાનું નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેઘાણીના જીવનના પ્રસંગોનું કથાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિધાર્થીનીઓ એ લોકગીત, દુહા, છંદની પ્રસ્તુતિ કરી હતી.