વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ઝોનના મહામંત્રી વિનોદભાઈ ચાવડા આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે
આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સમગ્ર જિલ્લાની બૃહદ બેઠક સિહોર ખાતે ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખ મુકેશભાઈ લંગાળિયાની અઘ્યક્ષતામાં યોજાઇ. આ બેઠકમાં પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અને રાજ્ય સરકારના મંત્રી આર.સી.મકવાણાએ ઉપસ્થિતિ રહી માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે જિલ્લા પ્રભારી ડો.કાનાબાર અને રેખાબેન ડુંગરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ ધારાસભ્યો કેશુભાઇ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, આત્મારામભાઈ પરમાર, પુર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પનોત, હર્ષદભાઈ દવે, મહામંત્રીઓ ભૂપતભાઇ બારૈયા, કેતન બાપુ કાત્રોડીયા, હરેશભાઇ વાઘ વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.