ભાવનગરમાં ગત શુક્રવારથી મ્યુ.તંત્રએ રખડતા પશુઓને અંકુશમાં લેવા ઢોર પકડ અભિયાન હાથ ધર્યું છે અને આજ સુધીમાં ૭૩ પશુ પકડ્યા છે. શહેરમાં રખડતા પશુઓની સંખ્યા બે હજાર જેટલી છે ત્યારે પકડેલા ઢોરની સંખ્યા નહિવત કહી શકાય. તંત્ર રાત દી’ કામગીરી કરી રહયુ હોવાનું કહેવાય છે પરંતુ પરિણામલક્ષી કાર્યવાહી વગર કોઈ ફાયદો નથી.