ભાવનગર જિલ્લામાં ગઈકાલથી વરસાદી માહોલ મંડાયો છે. જાે કે કોઈ જગ્યાએ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.પરંતુ વલ્લભીપુરના પચ્છેગામમાં વિજળી પડતા એક ખેત મજુરનું મોત નિપજ્યુ છે તો અન્ય એકને ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યુ છે.
વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં ઉદેશંગભાઈ દાનશંગભાઈ સોલંકીની જમીન ઉપર ગઈકાલે બુધવારે સાંજના સુમારે આકાશી વિજળી પડતા વાડીમાં કામ કરી રહેલ પરંપ્રાંતીય ખેત મજુર રાજેશભાઈ સરતાનભાઈ નાયકાનું મોત થયુ હતું જ્યારે અન્ય એક ખેત મજુરને પણ ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યુ છે.