ઝારખંડના દેવઘર એરપોર્ટની સુરક્ષામાં ચૂકના મામલામાં ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દૂબે, મનોજ તિવારી સહિત 9 લોકો વિરુદ્ધ કુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. એરપોર્ટના ડીએસપી સુમન આનનની ફરિયાદ પર આ FIR નોંધવામાં આવી છે.
ગત 31 ઓગસ્ટના રોજ ગોડ્ડાથી લોકસભા સાંસદ નિશિકાંત દુબે, તેમના દિકરા કનિષ્ક કાંત દુબે, માહિકાંત દુબે, સાંસદ મનોજ તિવારી,મુકેશ પાઠક, દેવતા પાંડેય, પિંટુ તિવારી વિરુદ્ધ દેવઘર એરપોર્ટના એટીસીમાં બળજબરીપૂર્વક ઘુસવાનો અને પોતાની શક્તિનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક એટીસી ક્લીયરેંસ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત દેવઘર એરપોર્ટના ડિરેક્ટર સંદીપ ઢીંગરા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ડીએસપી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, 31 ઓગસ્ટની બપોરે એક કલાકે નિશિકાંત દુબે સહિત 9 લોકો ચાર્ટર્ડ પ્લેનથી દેવધર આવ્યા હતા. સાંજે પરત ફરતા દુબે સહિત અન્ય લોકો બળજબરી પૂર્વક પ્રવેશ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, દેવઘર એરપોર્ટમાં નાઈટ ટેક ઓફ અથવા લેન્ડીંગની સુવિધા નથી. ફરિયાદ મુજબ આ લોકોએ બળજબરીપૂર્વક એટીસીમાં પ્રવેશ કર્યો, ત્યાર બાદ ક્લીયરેંસ લઈને સાંસદ અને તેમની સાથેના લોકો ચાર્ટ્ડ પ્લેનથી પાછા ફર્યા હતા.