મણિપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જનતા દળ (યુનાઈટેડ)ના સાતમાંથી પાંચ ધારાસભ્ય શુક્રવારે સત્તાધારી ભાજપમાં સામેલ થઈ ગયા છે. મણિપુર વિધાનસભા સચિવ મેઘજીત સિંહની સહીવાળા નિવેદનમાં કહેવાયુ છે કે, અધ્યક્ષે જેડીયૂના પાંચ ધારાસભ્યોને ભાજપમાં વિલયનો સ્વિકાર કરી લીધો છે. કારણ કે, પક્ષ પલ્ટો કરનારા ધારાસભ્યોની કુલ સંખ્યા 2/3થી વધારે છે. એઠલા માટે તેમના પર પક્ષપલ્ટો માન્ય ગણાશે.
આ વર્ષે માર્ચમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂના 38 સીટમાંથી છ પર જીત મેળવી હતી. ભાજપમાં શામેલ થનારા ધારાસભ્યોમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, પૂર્વ ડીજીપી એલ એમ ખૌટે અને થંગઝામ અરુણ કુમાર સામેલ છે. ખૌટે અને અરુણ કુમારે પહેલા ભાજપની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાની માગ કરી હતી, પણ પાર્ટી દ્વારા તેમની વાત નજરઅંદાજ કરવામાં આવતા તેઓ જેડીયૂમાં સામેલ થઈ ગયા હતા.
વર્ષો બાદ જેડીયૂએ જીતી હતી 7 સીટ
જેડીયૂએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષના અંતરાલ બાદ મણિપુરામં વિધાનસભા સીટો જીતી હતી. 2000ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ રાજ્યમાં ફક્ત એક સીટ જીતી હતી. પણ મણિપુરામં સતત ચૂંટણીમાં એક પણ સીટ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયએ મણિપુરમાં ચૂંટણી નહોતી લડી. ખાસ વાત એ છે કે, આ ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો, તે સમાચારો બાદ સામે આવ્યું છે, જેમાં એવું કહેવાતુ હતું કે, રાજ્યમાં ભાજપ સરકારથી જેડીયૂ અલગ થવાની વાત કરી રહી છે. તો વળી 3-4 સપ્ટેમ્બરના રોજ પટનામાં જેડીયૂ ધારાસભ્યોની મીટિંગ છે, જ્યાં સમર્થન પાછુ લેવા પર નિર્ણય લેવામાં આવશે.