એશિયા કપ 2022ની અંતિમ લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાને હોંગકોંગને 155 રને ભૂંડી હાર આપી છે. પ્રથમ બેટીંગ કરતા મોહમ્મદ રિઝવાન અને ફખર જમાંની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટ ખોઈને 193 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હોંગ કોંગની ટીમે 10.4 ઓવરમાં ફક્ત 38 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે પાકિસ્તનાને ભારત, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની સાથે સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. રવિવારે પાકિસ્તાની ટીમ ફરી એક વાર ભારત સાથે ટક્કર લેશે.
એશિયા કપ 2022માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ ગુરુવારે બાંગ્લાદેશને હરાવીને સુપર-4 માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની આજની મેચમાં જીત બાદ હવે પાકિસ્તાન સુપર-4માં પહોંચનારી છેલ્લી ટીમ બની ગઈ છે અને રવિવારે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ સામે ટકરાશે.