Sunday, June 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

સીનેટ પરિસર પાસે ૧૨ રાઉન્ડ ફાયરિંગ થતા સુરક્ષાદળોની કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2026-05-14 12:14:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં આવેલા સંસદભવનની બાહર ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ હતી. મનીલામાં સીનેટ ભવન પાસે ફાયરિંગ થતા 12થી વધારે રાઉન્ડ ફાયરના અવાડ પડઘાયા હતા. આ ઘટનાથી સમગ્ર મનીલામાં હડકંપ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીનેટ પરિસર પાસે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગના પગલે લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા અને જે તે રૂમમાં છૂપાઈને રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. સીનેટ અધ્યક્ષ પીટર કાયતાનોએ દાવો કરતા કહ્યું હતું કે, અહીંયા હુમલો થયો છે અને રાષ્ટ્રીય તપાસ એજન્સીના જવાનો પરિસરમાં આવવા પ્રયાસ કરતા હતા.
જ્યારે આ અધિકારીઓ આવી રહ્યા હતા એ સમયે ફાયરિંગના અવાજ સંભળાયા હતા. આ અધિકારીઓ જીએસઆઈએસ બિલ્ડિંગ બાજુ દીવાલમાં ડ્રિલિંગ કરતા જોવા મળ્યા હતા. આ અધિકારીમાંથી જ એક અધિકારીએ કહ્યું કે, અહીંયા ગોળીબાર થઈ રહ્યો છે. અમને ખબર નથી કે, આવું શા માટે થઈ રહ્યું છે. અહીંયા લોકો પોતપોતાના રૂમમાં છૂપાઈને બેસી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હાલમાં તો એ સ્પષ્ટ નથી કે, ફાયરિંગ કોને કર્યું અને ઘટનામાં કોઈને ઈજા પહોંચી છે કે નહીં.સુરક્ષાકર્મીઓ અને સૈન્યના જવાનોને સીનેટ ભવનની બાહર તૈનાત કરવામાં આવ્યા છે. પ્રત્યદર્શીએ જણાવ્યું હતું કે, અહીંયા કેટલાક જવાનોને હાથમાં હથિયાર સાથે એન્ટ્રી કરતા જોયા હતા.જે પરિસર બાજુ જઈ રહ્યા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ ફિલિપાઈન્સના સીનેટર (સાંસદ) રોનાલ્ડ ડેલા રોજાની ધરપકડના પ્રયાસો વચ્ચે બની રહ્યો છે. ડેલા રોજા પર ICC દ્વારા માનવતાની વિરૂદ્ધમાં કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. એમના પર પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિંગો દુતેર્તેના ડ્રગ વિરોધી અભિયાન દરમિયાન કથિત હત્યામાં એમનો હાથ હોવાનો પણ આરોપ છે. છેલ્લા કેટલાક સમયથી ડેલા રોઝા સીનેટ પરિસરમાં જ શરણ લઈને બેઠા છે. સીનેટ નેતૃત્વએ એમને પ્રોટેક્ટિવ કસ્ટડી આપી છે. આ માહોલ વચ્ચે હવે ફાયરિંગના તાર કઈ દિશામાં છે અને કોની સાથે સંબંધ ધરાવે છે એની ચર્ચા શરૂ થઈ છે. ડેલા રોઝાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, મારી ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. પ્રજાને અપીલ છે કે, તેઓ રસ્તા પર ઊતરે અને ધરપકડને અટકાવે.

Tags: firingparliamentphilippines
Previous Post

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

Next Post

ભાવનગરમાં આજે ૪૫.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે
આંતરરાષ્ટ્રીય

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

June 27, 2026
રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

June 27, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
Next Post
ભાવનગરમાં આજે ૪૫.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

ભાવનગરમાં આજે ૪૫.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

ભાવનગરમાં BSNLના કોપર વાયરની ચોરી અંગે ચાર શખ્સની ધરપકડ

ભાવનગરમાં BSNLના કોપર વાયરની ચોરી અંગે ચાર શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.