Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

બંને નેતાઓએ હરીફ નહીં,પરંતુ સહયોગની નીતિ અપનાવવા ઉપર ભાર મૂકી સંબંધો મજબૂત બનાવવા કરી પહેલ

dharmendravaghela by dharmendravaghela
2026-05-14 12:12:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ચીનની રાજધાની બેઇજિંગમાં ‘ગ્રેટ હોલ ઓફ ધ પીપલ’ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં જિનપિંગ અને ટ્રમ્પે એકબીજાના વખાણ કર્યા હતા.

ચીની રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “આપણે સહયોગી છીએ, હરીફ નથી. મજબૂત સંબંધોથી બંને દેશોને ફાયદો થશે અને આપણે સાથે મળીને દુનિયામાં પરિવર્તન લાવીશું.” ટ્રમ્પે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચીન અને અમેરિકાના સંબંધો વધુ સારા બનશે.

આ પ્રવાસમાં સૌથી વધુ ચર્ચા બોઇંગ વિમાનના સોદા (Deal) અંગે છે. ચીન અમેરિકન કંપની બોઇંગ પાસેથી આશરે ₹9 લાખ કરોડની કિંમતના વિમાનો ખરીદવા માટે મોટો કરાર કરી શકે છે. જો આ સોદો પૂર્ણ થાય, તો તે વિશ્વની સૌથી મોટી એવિએશન ડીલ્સમાંની એક બની શકે છે.
ટ્રમ્પની આ યાત્રા એટલા માટે ખાસ છે કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની 2017ની યાત્રા પછી કોઇ અમેરિકી રાષ્ટ્રપતિની ચીનની આ પહેલી રાજકીય યાત્રા છે.
ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત અને સત્તાવાર રાજકીય સ્વાગત સમારોહમાં ભાગ લીધા બાદ અન્ય ઘણા સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે. વ્હાઇટ હાઉસથી ચીન જવા રવાના થતા પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ શિખર મંત્રણામાં વેપાર સૌથી મોટો મુદ્દો રહેશે.

તેમણે કહ્યું હતું કે, “ચીન સાથે અમારા ગાઢ સંબંધો છે. આપણે બંને મહાસત્તાઓ છીએ અને અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. અમારું સૌથી વધુ ધ્યાન વેપાર પર રહેશે.”

આ અગાઉ 13 મેના રોજ બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે ભવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકા અને ચીન દુનિયાની બે સૌથી મોટી શક્તિઓ છે અને બંને દેશો વચ્ચેના સંબંધો ‘મજબૂત અને સ્થિર’ છે.

તેમણે ઉમેર્યું હતું કે, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મારા સંબંધો શાનદાર છે. ચીન સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે.” અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા-ચીન વચ્ચેના આર્થિક સંબંધોને બંને દેશો માટે ફાયદાકારક ગણાવ્યા હતા.

તેમણે કહ્યું, “અમે ચીન સાથે ઘણો મોટો વેપાર કરીએ છીએ. અમને પણ ફાયદો થઈ રહ્યો છે અને ચીનને પણ. અમારા સંબંધો સારા છે.” સાથે જ તેમણે એમ પણ રહ્યું કે શી જિનપિંગ આ વર્ષના અંત સુધીમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

Tags: Chinajinping trump meeting
Previous Post

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

Next Post

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

dharmendravaghela

dharmendravaghela

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

ભાવનગરમાં આજે ૪૫.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

ભાવનગરમાં આજે ૪૫.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.