Sunday, June 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

બસની રાહમાં ઊભેલી મહિલાને બળજબરીપૂર્વક ખેંચી બસમાં આચરવામાં આવ્યું દુષ્કર્મ : બસના ચાલક અને કલીનરની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2026-05-14 12:08:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. કામ પરથી પરત ફરી રહેલી 30 વર્ષીય મહિલા સાથે એક ખાનગી સ્લીપર બસમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે.
અહેવાલો અનુસાર, પીડિત મહિલા પીતમપુરાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મંગોલપુરીની એક ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રે (11મી મે) કામ પતાવીને તે પગપાળા ઘરે પરત ફરી રહી હતી. સરસ્વતી વિહારના બી-બ્લોક બસ સ્ટેન્ડ પાસે એક ખાનગી સ્લીપર બસ આવીને ઊભી રહી હતી. પીડિતાએ બસના દરવાજે ઉભેલા શખસને માત્ર સમય પૂછ્યો હતો, જેની તક ઝડપીને આરોપીઓએ તેને બળજબરીથી બસની અંદર ખેંચી લીધી હતી.
આરોપીઓએ બસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ડ્રાઈવરને બસ હંકારી મૂકવા આદેશ આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મહિલાને રાની બાગ વિસ્તારમાંથી બસમાં બેસાડીને નાંગલોઈ વિસ્તાર તરફ લઈ ગયા હતા. ચાલતી બસમાં બે નરાધમોએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આશરે બે કલાક સુધી મહિલા પર અત્યાચાર ગુજાર્યા બાદ, આરોપીઓ તેને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા હતા.
રસ્તા પર ફેંકી દેવાયેલી મહિલાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલમાં કરાયેલી તબીબી તપાસમાં મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટિ થઈ છે. દિલ્હી પોલીસે રાની બાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી પોલીસે ગુનામાં વપરાયેલી બસ જપ્ત કરી છે અને બંને આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસના જણાવ્યાનુસાર, પીડિત મહિલા પરિણીત છે અને તેને ત્રણ સંતાનો છે. હાલમાં તેની હાલત સ્થિર છે પરંતુ તે ભારે માનસિક આઘાતમાં છે. દિલ્હી પોલીસ આ કેસમાં કડક સજા અપાવવા માટે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

Tags: delhiDushkarmindia
Previous Post

વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરતી પરીક્ષા સિસ્ટમ બંધ કરો : મુખ્યમંત્રી વિજય

Next Post

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

June 27, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

June 27, 2026
Next Post
ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.