માઈકો બ્લોગીંગ કંપની ટવીટરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સામગ્રી હટાવવાને લઈને ભારત સરકારના કેટલાક આદેશોને હાઈકોર્ટમાં પડકાર આપતા ટવીટરે કર્ણાટકમાં ધા નાખી હતી. જેને લઈને કેન્દ્ર સરકારે કર્ણાટક હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો કે ટવીટર જેવા પ્લેટફોર્મ પર ભારત વિરોધી તાકાતો અને વિદેશી તાકાતો રાષ્ટ્રીય અને વૈશ્વીક સ્તરે ભારત વિરુધ્ધ પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર સારા દાખલ સોગંદનામામાં જણાવાયું છે કે કેટલાક ટવીટર એકાઉન્ટ બ્લોક કરવાના નિર્દેશ રાષ્ટ્ર અને જન હિતમાં અને લીચીંગ અને ભીડની હિસાની ઘટનાઓને રોકવા માટે જાહેર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021 અને ફેબ્રુઆરી 2022 દરમિયાન 10 બ્લોકીંગ ઓર્ડર કાઢવામાં આવ્યા હતા. ઓર્ડરમાં ટવીટરને અનેક એકાઉન્ટ અને ટવીટ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ નવા આઈટી એકટ અંતર્ગત અપાયા હતા. આ ઓર્ડર સામે ટવીટરે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ટવીટરે જણાવ્યું હતું કે એકાઉન્ટ લેવલ બ્લોકીંગ એક ખોટો રસ્તો છે અને બંધારણના હકનો ભંગ છે જે મામલે હાઈકોર્ટે જવાબ માગતા કેન્દ્ર સરકારે સોગંદનામુ સોંપ્યું હતું.