અધ્યાપનએ સૌથી નમ્ર વ્યવસાય છે અને મહામારીના સમય દરમિયાન શિક્ષકોએ સૌથી વધુ યોગદાન આપ્યું હતું પરંતુ તેમને તેમની યોગ્ય માન્યતા આપવામાં આવી ન હતી જેના કારણે ઘણા શિક્ષકો સન્માનની લાગણી અનુભવતા નથી. ઘણાને એવું પણ લાગે છે કે આ ક્ષેત્રમાં વ્યવસાયિકતાનો અભાવ છે અને તેથી જ ઈઝ્રછ -છઁઈઇ એ શિક્ષકની શપથ બનાવવાનું નક્કી કર્યું છે જે શિક્ષકોને વધુ વ્યાવસાયિક, પ્રતિબદ્ધ અને સામેલ થવામાં મદદ કરશે.
દેશની સેંકડો શાળાઓએ તેમના શિક્ષકોને ૫મી સપ્ટેમ્બરે સવારે ૧૧ વાગ્યે એક સાથે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે તૈયાર કર્યા છે અને આ શિક્ષણ વ્યવસાયમાં નવી પરંપરાની નમ્ર શરૂઆત હશે અને શિક્ષકોમાં વ્યાવસાયિકતા અને ગૌરવની ભાવના લાવશે. આ પહેલનું નેતૃત્વ અર્લી ચાઈલ્ડહુડ એસોસિએશન અને એસોસિએશન ફોર પ્રાઈમરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષકોને તેમના કાર્ય અને મિશન પ્રત્યે ગર્વ અને પ્રતિબદ્ધતા અનુભવવામાં મદદ મળે તે હેતુ છે.
ઈઝ્રછના પ્રમુખ ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, શપથએ વ્યક્તિની ભાવિ ક્રિયા અથવા વર્તણૂક સંબંધિત એક ગૌરવપૂર્ણ વચન છે. આ જ કારણ છે કે લગભગ તમામ વ્યવસાયોમાં શપથ હોય છે, તેઓ તેમની નૈતિક ક્રિયાઓ, વર્તન અને અંતિમ ર્નિણયો માટે તેમને જવાબદાર રાખવા માટે બંધનકર્તા કરાર તરીકે શબ્દોનો ઉપયોગ કરે છે. અમને લાગ્યું કે અધ્યાપન વ્યવસાયમાં શપથ ગ્રહણ સમારોહનો અભાવ છે અને તેથી નવા અને અનુભવી શિક્ષકો બંને લઈ શકે અને વ્યવસાય સાથે જાેડાયેલા અને પ્રતિબદ્ધતાની લાગણી અનુભવી શકે તેવી શપથ ડિઝાઇન કરવાનું નક્કી કર્યું.
હર્ષા રામૈયા, નેશનલ કોર કમિટીના સભ્ય કહે છે, અમે ઇચ્છીએ છીએ કે તમામ પ્રકારની શાળાઓના શિક્ષકો ભાગ લે અને એક સમુદાયની જેમ અનુભવે અને આ રીતે શપથ સાત જુદી જુદી ભાષાઓમાં ઉપલબ્ધ હોય જેથી ભાષાનો પણ કોઈ અવરોધ ન બને.
શિક્ષકો માટે તૈયાર કરાયેલી પ્રતિજ્ઞા આ મુજબ છે
હું (પોતાનું નામ) આથી ગંભીરતાપૂર્વક વચન આપું છું,
મારી સુખાકારીની કાળજી લેવા માટે અને મારા વિદ્યાર્થીઓની સુખાકારી માટે હું સ્વયં જવાબદારી સ્વીકારૂ છું.
આ સાથે વચન આપું છું કે, ક્યારેય કોઈ વિદ્યાર્થી પ્રત્યે પક્ષપાત નહીં કરું. હું વિદ્યાર્થીઓમાં રહેલી મૌલિકતા અને વિવિધતાને માન આપીશ.મારા તમામ વિદ્યાર્થીઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહીશ. વિદ્યાર્થીઓના શિક્ષણ માટેના અધિકારોને હંમેશા સમર્થન આપીશ. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે અને હું આ અધિકારને જાળવી રાખીશ અને પ્રયત્ન કરીશ કે, કોઈ બાળક પાછળ ના રહે. મારા વિદ્યાર્થીની વૃદ્ધિ, સલામતી, સુખાકારી અને શીખવાનું મારું લક્ષ્ય હશે.
પ્રકૃતિ અને દરેક જીવ માટે આદર હોવું એ મારા પાઠ આયોજનનો એક ભાગ હશે અને હું આપણી પૃથ્વી માટે ગ્રીન એમ્બેસેડર બનીશ.