વડોદરામાં ધંધાની હરીફાઈમાં હત્યાનો ખૂની ખેલ ખેલાયો. લેથ મશીનનો ધંધો કરતા દિલીપ કુશવાહની ધંધાનો હરિફાઈમાં હત્યા કરી દેવામાં આવી ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મકરપુરા વિસ્તારમાં રહેતા અને જીઆઇડીસીમાં લેથ મશીનનું કારખાનું ધરાવતા દિલીપ કુશાવહની રવિવાર તરસાલી હાઇવે પરથી લાશ મળી આવી હતી દિલીપ કુશવાહ શનિવારે ગુમ થયા ત્યારે જ તેમની પત્ની એ ફરિયાદ નોધાવી હતી જો કે ત્યારે પોલીસે ફરિયાદ ના લીધી અને બીજા દિવસે લાશ મળી આવી હતી સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી અને સીસીટીવી,મોબાઈલ અને અન્ય સર્વેલન્સ ના આધારે પોલીસ હત્યારાને પકડવામાં સફળતા મળી છે. રવિકાન્ત યાદવે ધંધાની હરીફાઈમાં મિત્ર અડવાણી કુમાર પાસવાનની મદદ લઈને પોતાનાથી સારો ધંધો ચલાવનારને ધંધાની બાબતે ચર્ચા કરવાની હોવાનુ કહીને બોલાવ્યો હતો અને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.