લીંબડી-સાયલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લીંબડી સાયલા હાઇવે પર મઢાદ ગામના પાટીયા પાસે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે સગીરનાં મોત થયા છે. પૂર ઝડપે આવેલા ડમ્પરે એક બાઇકને ટક્કર મારતા બે કિશોરનાં ઘટનાસ્થળે જ મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે મૃતકોની તબિયત સારી ન હોવાથી દવા લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ડમ્પર કાળ બનીને ત્રાટક્યું હતું. આ બનાવમાં પિતાની નજર સામે જ બંને કિશોરનાં મોત થયા છે. બનાવમાં પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્વ ફિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે. અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.