ભાવનગર,તા.8
ભાવનગર શહેરના મીરાકુંજ ખાતે ગુજરાત રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગર ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારની તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં વિજેતા બનેલા ભાજપના જનપ્રતિનિધિઓનો શુભેચ્છા મુલાકાત અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રજાએ વ્યક્ત કરેલો વિશ્વાસ અને આશીર્વાદ લોકકલ્યાણના કાર્યો દ્વારા સાર્થક કરવા જરૂરી છે. તેમણે જનપ્રતિનિધિઓને વિકાસલક્ષી અભિગમ, પારદર્શિતા અને સેવાભાવ સાથે કામગીરી કરીને પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિજેતા જનપ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને લોકસેવાના નવા સંકલ્પ સાથે વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહીલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપભાઈ રાઠોડ, ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ, દંડક લાલભા વાળા સહિત આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા..



