Tuesday, June 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

POK માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં ૧૧ લોકોના મોત

નાગરિક સંગઠન જોઇન્ટ અવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મુકાયા બાદ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા

dharmendravaghela by dharmendravaghela
2026-06-09 12:38:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર ફરી એકવાર અશાંતિ અને હિંસાની ઝપેટમાં આવી ગયું છે. અહીં સક્રિય નાગરિક સંગઠન ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ પર પ્રતિબંધ મુકાયા બાદ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. રાવલકોટમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 11 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ હિંસા એવા સમયે થઈ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં 9 જૂન એટલે કે આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
પરિસ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે JAACના સમર્થકો એક હોસ્પિટલના પીએમ રૂમની બહાર એકઠા થયા. અહીં સંગઠનના એક કાર્યકરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો, જેનું અગાઉ થયેલા ગોળીબારની ઘટનામાં મોત થયું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કાર્યવાહી કરી, ત્યારબાદ સ્થિતિ હિંસક બની ગઈ.
પીઓકેમાં તાજેતરના આંદોલનનું સૌથી મોટું કારણ ત્યાંની વિધાનસભામાં 12 અનામત બેઠકોને લઈને લેવાયેલો નિર્ણય છે. 45 સભ્યોની વિધાનસભામાં આ બેઠકો એવા શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે જેઓ કાશ્મીર સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે, પરંતુ હાલમાં પાકિસ્તાનના અન્ય ભાગોમાં રહે છે.
જેએએસી અને અન્ય સ્થાનિક સંગઠનોનો આક્ષેપ છે કે આ વ્યવસ્થાથી સ્થાનિક લોકોનું રાજકીય પ્રતિનિધિત્વ નબળું પડશે અને બહારનો પ્રભાવ વધશે. તેમનું કહેવું છે કે આ વિસ્તારના ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણયો પર માત્ર ત્યાં રહેતા લોકોનો જ અધિકાર હોવો જોઈએ. આ જ માંગને લઈને સંગઠન લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યું છે.
9 જૂનના એટલે કે મંગળવારનું સૂચિત બંધ માત્ર અનામત બેઠકોના વિરોધ પૂરતું મર્યાદિત ન હતું. પ્રદર્શનકારીઓ JAAC પર લાદવામાં આવેલા પ્રતિબંધ, ઇન્ટરનેટ બેન અને સંગઠનના એક નેતાની હત્યા સામે પણ વિરોધ નોંધાવવા માંગતા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ પર પાકિસ્તાનના માનવાધિકાર આયોગ એ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આયોગે જણાવ્યું કે, તેઓ રાવલકોટમાં થયેલી હિંસા અને જેએએસી પર લાદવામાં આવેલા પ્રતિબંધથી અત્યંત ચિંતિત છે.
દરમિયાન જેએએસીના નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, પ્રતિબંધ હોવા છતાં તેમનું આંદોલન ચાલુ રહેશે. આ વિસ્તારમાં 27 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે.

Tags: pakistanprotest pok
Previous Post

પાકિસ્તાન નફરતની નીતિ અને આતંકીવૃતિ બંધ કરે

Next Post

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયારો છોડવા તૈયાર હોવાનો ટ્રમ્પનો દાવો

June 9, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
પાકિસ્તાન નફરતની નીતિ અને આતંકીવૃતિ બંધ કરે
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન નફરતની નીતિ અને આતંકીવૃતિ બંધ કરે

June 9, 2026
Next Post
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

ઈરાન પરમાણુ હથિયારો છોડવા તૈયાર હોવાનો ટ્રમ્પનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.