Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહા સફાઈ અભિયાન : યુનિવર્સિટી કેમ્પસમાંથી ૩.૨ ટન કચરો એકત્ર કરાયો સફાઈ ઝુંબેશમાં મેયર, કુલપતિ, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર, નાયબ કમિશનર તેમજ નગરસેવકો જોડાયા

dharmendravaghela by dharmendravaghela
2026-06-12 14:16:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી તથા “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાન અંતર્ગત શહેરમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથેના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી કેમ્પસમાં “સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર” નારા સાથે ‘મહા સફાઈ અભિયાન’ યોજાયું હતું.
આ સફાઈ ઝુંબેશમાં મેયર, MKBU ના કુલપતિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર, નાયબ કમિશનર (એડમિન), આસિસ્ટન્ટ કમિશનર તેમજ નગરસેવકો જોડાયા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, સ્વચ્છ ભારત મિશનની ટીમ, ભાવનગરના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર્સ, ડોક્ટર્સ ગ્રુપ, યુનિવર્સિટી વર્કિંગ ગ્રુપના સભ્યો, સ્વેચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સ્વચ્છાગ્રહીઓ, સફાઈ મિત્રો અને મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર કેમ્પસને પ્લાસ્ટિકમુક્ત અને કચરામુક્ત બનાવવા માટે સૌએ સાથે મળીને શ્રમદાન કર્યું હતું. આ સઘન કામગીરી દરમિયાન અંદાજિત કુલ ૩.૨ ટન જેટલો કચરો અને પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ મહા અભિયાન થકી ભાવનગર શહેરની સ્વચ્છતામાં વધારો કરવા બાબતે જાગૃતિ ફેલાવીને લોકોને સફાઈ માટે પ્રેરિત કરવાનો સફળ પ્રયાસ કરાયો હતો. સંસ્થા દ્વારા આગામી સમયમાં પણ ભાવનગર શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે સામૂહિક પ્રયાસો ચાલુ રાખવા અનુરોધ કરાયો છે..

Previous Post

ભાવનગરમાં ૨૯ મહિલા લાભાર્થીઓએ મેળવી સિલાયકામ તાલીમ

Next Post

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.