Tuesday, June 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ દક્ષિણ લેબનોન સામે કાર્યવાહી શરૂ રખાશે : નેતાન્યાહુ

અમેરિકાના દરેક નિર્ણય સાથે ઈઝરાયેલ સહમત ન થઈ શકે

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 11:43:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબી ચર્ચા ચાલ્યા બાદ આખરે શાંતિ સમજૂતી થઈ ગઈ છે, પરંતુ આ મોટા નિર્ણયથી ઈઝરાયલ બિલકુલ ખુશ નથી. ઈઝરાયલે સાફ શબ્દોમાં કહી દીધું છે કે તે દક્ષિણ લેબેનોનમાંથી કોઈપણ કાળે પાછળ હટવાનું નથી. આ જ જીદના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેના મતભેદો હવે જાહેરમાં આવી ગયા છે. નેતન્યાહૂએ પણ આ વાતનો સ્વીકાર કરતા ખુલ્લેઆમ કહ્યું છે કે, ‘ઘણીવાર એવું બને છે કે બંને દેશોના વિચારો એક સરખા નથી હોતા.’

ઈરાન યુદ્ધ દરમિયાન બંને નેતાઓ વચ્ચેના મતભેદો સાર્વજનિક રૂપે સામે આવ્યા હતા. ખાસ કરીને જ્યારે અમેરિકન પ્રમુખ તેહરાન (ઈરાન) સાથે શાંતિ સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે લેબેનોન વિરુદ્ધ ઈઝરાયલની સતત ચાલી રહેલી આક્રમકતાએ તેમાં અવરોધ ઊભો કર્યો હતો. ટ્રમ્પ સાથેના પોતાના સંબંધો અંગે સ્પષ્ટતા કરતા નેતન્યાહૂએ જણાવ્યું કે, ‘અમેરિકામાં લોકો એવું કહે છે કે ટ્રમ્પ મારી દરેક વાત માને છે, જ્યારે આપણા દેશ (ઈઝરાયલ)માં લોકો એવું વિચારે છે કે હું તેમની દરેક વાત માનું છું. પરંતુ આ બંને વાતો બિલકુલ સાચી નથી’.

પ્રધાનમંત્રી નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, લેબેનોનમાં કબજે કરેલી જમીન પરથી ઈઝરાયલ ક્યારેય પાછળ હટશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ઈઝરાયલ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. નેતન્યાહૂએ કહ્યું કે, ‘અમે લેબેનોનમાં એક સેફ્ટી ઝોન (બફર ઝોન) બનાવ્યો છે અને જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી અમે ત્યાં જ રોકાઈશું’.

બીજી તરફ, ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાઇલ કોટ્ઝે પણ સૂર પુરાવતા કહ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત ભલે થઈ ગઈ હોય, પણ ઈઝરાયલ દક્ષિણ લેબેનોનમાંથી પીછેહઠ નહીં કરે અને હિઝબુલ્લાહ સામેની લડાઈ ચાલુ રહેશે. સંરક્ષણ મંત્રીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ‘પીએમ નેતન્યાહૂ અને હું એક સ્પષ્ટ વ્યૂહનીતિ પર કામ કરી રહ્યા છીએ, જે અંતર્ગત ઈઝરાયલી આર્મી (IDF) કોઈ પણ સમયમર્યાદા વિના લેબેનોન, સીરિયા અને ગાઝાના સુરક્ષા ઝોનમાં તહેનાત રહેશે, જેથી સરહદો અને ઈઝરાયલી નાગરિકોને જેહાદી તત્વોથી બચાવી શકાય.’

 

Tags: israel strike in south lebanonnetanyahu
Previous Post

ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા માટે સંમત થયું હોવાનો ટ્રમ્પનો દાવો

Next Post

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ સૈનિકોને મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા માટે સંમત થયું હોવાનો ટ્રમ્પનો દાવો
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા માટે સંમત થયું હોવાનો ટ્રમ્પનો દાવો

June 16, 2026
કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો
તાજા સમાચાર

કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ અને એટીએફ પરની એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો

June 16, 2026
અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયાર વહન કરવા સક્ષમ વિમાન ક્રેશ થતા ૮ ક્રૂ મેમ્બરના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયાર વહન કરવા સક્ષમ વિમાન ક્રેશ થતા ૮ ક્રૂ મેમ્બરના મોત

June 16, 2026
Next Post
આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ સૈનિકોને મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ સૈનિકોને મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

નેશનલ ચેમ્પિયનશિપમાં ૨૦ મેડલ મેળવતા ભાવનગરના દિવ્યાંગ બાળકો

નેશનલ ચેમ્પિયનશિપમાં ૨૦ મેડલ મેળવતા ભાવનગરના દિવ્યાંગ બાળકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.