Saturday, June 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના

વાઘોડિયા રોડ પર કાર લઈને જતા દિલ્હીના વેપારી ઉપર બાઇક સવાર બે શખ્સે ફાયરિંગ કરી ગંભીર ઇજા પહોંચાડી

dharmendravaghela by dharmendravaghela
2026-06-27 11:52:48
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

વડોદરાના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ગઈ મોડી રાત્રે ફાયરિંગની ઘટના

સામે આવી છે. કાર લઈને પસાર થઈ રહેલા મૂળ દિલ્હીના અને ગારમેન્ટનો વ્યવસાય કરતા યુવક પર

બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ ઓવરટેક કરીને ફાયરિંગ કર્યું હતું. ગોળી યુવકના ખભાના

ભાગે વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે

અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીના રહેવાસી આશિષ મદનલાલ બાકોલિયા વડોદરામાં ગારમેન્ટના

બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગઈ મોડી રાત્રે તેઓ વાઘોડિયા ચોકડી નજીકથી પોતાની કાર લઈને

પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ તેમની કારને

ઓવરટેક કરીને આંતરી હતી. કંઈ પણ સમજાય તે પહેલાં હુમલાખોરોએ આશિષ પર સીધું ફાયરિંગ કરી

દીધું હતું. હુમલાખોરો વેપારીના ખભાના ભાગે ગોળી મારીને બાઈક પર તરત જ ફરાર થઈ ગયા હતા.
ફાયરિંગના અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક

લોકોએ યુવકને લોહીલુહાણ હાલતમાં કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની

હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ હુમલા અંગે માહિતી આપતા ડીવાયએસપી પી. એન. પટેલે જણાવ્યું હતું કે, ‘વાઘોડિયા ચોકડી નજીક

યુવક કાર લઈને જતો હતો ત્યારે બે શખસોએ આવી ઓવરટેક કરી તેની ઉપર ફાયરિંગ કર્યું હતું.

આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ

ચાલુ કરી દેવામાં આવી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તેની તપાસ માટે

અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.’ આ ઘટના અંગે હાલ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને

ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

Tags: firingvadodarawaghodia chokdi
Previous Post

ભાવનગર જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત ૫૨,૫૪૬ વિદ્યાર્થીઓની શિક્ષણયાત્રા શરૂ

Next Post

ઈરાનના લશ્કરી થાણાઓ ઉપર અમેરિકાનો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

June 27, 2026
અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર

June 27, 2026
Next Post
ઈરાનના લશ્કરી થાણાઓ ઉપર અમેરિકાનો હુમલો

ઈરાનના લશ્કરી થાણાઓ ઉપર અમેરિકાનો હુમલો

અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર

અમેરિકાના પ્રયાસો થયા સફળ : ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે અંતે થયા શાંતિ માટેના કરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.