Wednesday, July 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માસૂમ આયુષીના મોતના મામલે ગરમાવો

સંચાલકોની બેદરકારી બદલ કડક પગલાં લેવા અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું; આંદોલન વધુ તીવ્ર બનાવવાની ચીમકી

dharmendravaghela by dharmendravaghela
2026-07-01 12:29:26
in ભાવનગર
Share on FacebookShare on Twitter

રાજકોટના જસદણની આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી ૯ વર્ષીય વિદ્યાર્થીની આયુષી રમેશભાઈ બાલદાણીયાના શંકાસ્પદ મૃત્યુના મામલે હવે આહીર સમાજ ન્યાયની માંગ સાથે મેદાને આવ્યો છે. માસૂમ દીકરીના ગૂઢ મોતના પગલે સમગ્ર આહીર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મહુવા ખાતે સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત ૨૬ તારીખે આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી આયુષી બાલદાણીયાનું સામાન્ય બીમારીના કારણે અવસાન થયું હતું. જોકે, મૃતક બાળકીના પરિવારજનોએ સંસ્થાના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના દાવા અનુસાર, સંસ્થાના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે જ દીકરીનું મૃત્યુ થયું છે. બાળકીની તબિયત સતત લથડી રહી હોવા છતાં સંચાલકો દ્વારા વાલીને સમયસર જાણ કરવાની તસ્દી લેવાઈ નહોતી, જેના કારણે નિર્દોષ બાળકીએ જીવ ગુમાવવો પડ્‌યો છે.
આ ઘટનાના આક્રોશમાં મંગળવારે મહુવા મુકામે આહીર સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મહુવાના રાધા કૃષ્ણ મંદિરથી વડલી તાલુકા સેવા સદન સુધી એક વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. ‘આયુષીને ન્યાય આપો’ ના ગગનભેદી નારાઓ સાથે રેલી સેવા સદન પહોંચી હતી, જ્યાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું

Previous Post

યુરોપ બાદ અમેરિકામાં પણ ગરમીના પ્રકોપથી છ કરોડથી વધુ લોકો પ્રભાવિત

Next Post

સૌરાષ્ટ્ર ચેમ્બરનાં વર્ષ ૨૦૨૬-૨૮ માટે માનદ મંત્રીઓ, ખજાનચીની વરણી

dharmendravaghela

dharmendravaghela

Related News

વલ્લભીપુર હાઈવે પરથી ઈંગ્લીશ દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે બે ઝડપાયા
ભાવનગર

વલ્લભીપુર હાઈવે પરથી ઈંગ્લીશ દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે બે ઝડપાયા

July 1, 2026
મારવાડી યુવાન ચોરાઉ બાઈક સાથે પોલીસની ઝપટે ચડયો
ભાવનગર

મારવાડી યુવાન ચોરાઉ બાઈક સાથે પોલીસની ઝપટે ચડયો

July 1, 2026
બગદાણા મેલડી માતાના મંદિરમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો
ભાવનગર

બગદાણા મેલડી માતાના મંદિરમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો

July 1, 2026
Next Post
સૌરાષ્ટ્ર ચેમ્બરનાં વર્ષ ૨૦૨૬-૨૮ માટે માનદ મંત્રીઓ, ખજાનચીની વરણી

સૌરાષ્ટ્ર ચેમ્બરનાં વર્ષ ૨૦૨૬-૨૮ માટે માનદ મંત્રીઓ, ખજાનચીની વરણી

મહુવાના કુબેરબાગમાંથી વાધનગરના શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળ્યો

મહુવાના કુબેરબાગમાંથી વાધનગરના શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.