મહુવા શહેરના કુબેરબાગ વિસ્તારમાંથી એક યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ, વાધનગર ખાતે રહેતા અને છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા ૩૫ વર્ષીય મથુરભાઈ હરિભાઈ સોલંકીનો મૃતદેહ કુબેરબાગમાંથી મળ્યો હતો.
મૃતક યુવાન નશો કરવાની ટેવવાળા હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાગળો તૈયાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પીએમ અર્થે મહુવાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.





