આજના સમયમાં જ્યારે પર્યાવરણનું જતન કરવું એ સમયની સૌથી મોટી માંગ છે, ત્યારે તળાજા તાલુકાના ફુલસર ગામની સરકારી પ્રાથમિક શાળા દ્વારા એક ખૂબ જ પ્રેરણાદાયક અને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. શાળા પરિવાર દ્વારા પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કુલ 201 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.શાળાના શિક્ષક શામજીભાઈ પરમાર દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું.શાળા ના તમામ બાળકો એ દરેક વૃક્ષને દત્તક લીધા અને તેમને ઉછેરવાનો સંકલ્પ કર્યો.





