વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજે શનિવારના રોજ દાદાને દિવ્ય શણગાર સાથે કેરી, કેળાં અને તરબૂચ વગેરે ફ્રૂટનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના દિવ્ય દર્શન હજારો દર્શનાર્થીઓએ કરી ધન્યતા અનુભવી હતી.





