મણિપુર રાજ્યમાં ઘણાં સમયથી હિંસા ભડકેલી છે, અને સ્થિતિ પણ વધારે વિકત બની રહી છે. ફરી એક
હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કાંગપોકપી જિલ્લામાં આવેલા ગોવાનજાંગ ગામમાં ગત શનિવારે
હથિયારો સાથે આવેલા ટોળાએ એક 53 વર્ષીય વ્યક્તિની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ખેડૂતનું નામ હાઓલાલ સિંગસિટ હતું. આખરે શા કારણે તેની હત્યા
કરવામાં આવી? ફરી કોઈ મોટી હિંસા ભડકશે કે પછી આ કોઈ બદલાની ભાવનાએ કરવામાં આવેલી
હત્યા હતી?
આ મામલે પોલીસનું કહેવું છે કે, ઘટના ચાલવાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાંજે 5.30 વાગ્યાં
આસપાસ બની હતી. ઈમ્ફાલ-તોમેંગલોગ પર આવેલા ગોવાનજાંગ ગામમાં ખેડૂત દંપતી પોતાના
ખેતરમાં કામ કરી રહ્યાં હતાં, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ હુમલો ક્યાં હતો, તેની
પત્ની તો ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી, પરંતુ પતિ હાઓલાલને અનેક ગોળીઓ વાગી હોવાથી
તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે તોડી આવી હતી. પોલીસે મૃતકને મૃતદેહને કાંગપોકલી
જિલ્લા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને
તપાસ પણ શરૂ કરી દીધી છે. જો કે, હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો, તેની પોલીસને હજી કોઈ
જાણ નથી, આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.






