Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જાપાનમાં 7.1ના ભૂકંપથી અનેકના મોતની આશંકા

પૂલ-ફેક્ટરી તૂટી પડયા, શોપિંગ મોલ ધરાશાઈ થતાં 50 લોકો દટાયાની આશંકા, ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં નુકસાન નહીં

dharmendravaghela by dharmendravaghela
2026-07-29 11:45:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દક્ષિણ જાપાનના મુખ્ય ટાપુ ક્યુશુના કુમામાતોની ધરતી મંગળવારે બપોરે ૭.૧ની તિવ્રતાના ભૂકંપથી હચમચી ઊઠી હતી. ભૂકંપ બાદ એક પુલ અને ફેક્ટરી તૂટી પડયા હતા જ્યારે કેટલાક કલાકો પછી કાશિમા ટાઉનના એઓન મોલમાં તિવ્ર વિસ્ફોટો થયા હતા. મોલનો બીજો માળ તૂટી પડતાં તેના કાટમાળમાં કેટલાક લોકોનાં મોત થયા હોવાની તથા ૫૦થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
જાપાન હવામાન વિજ્ઞાાન એજન્સીના અહેવાલ મુજબ સ્થાનિક સમય મુજબ ૪.૨૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી ૧૦ કિ.મી.ની ઊંડાઈમાં હતું. ભૂકંપ બાદ સુનામની ચેતવણી અપાઈ હતી, પરંતુ લગભગ એક કલાક પછી તેને પાછી લઈ લેવાઈ હતી. ભૂકંપ પછી સરકારે તકેદારીના ભાગરૃપે ક્યુશુ ટાપુના ૧.૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં ખસેડયા હતા. ભૂકંપના આંચકાઓ પછી કાશિમા ટાઉનના એઓન મોલનો બીજો માળ તૂટી પડતાં તેના કાટમાળમાં ૫૦થી વધુ લોકો ફસાયા હોવાનું મનાય છે. આ લોકોને બચાવવા માટે આખી રાત અભિયાન ચલાવાયું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝનના અધિકારીએ કહ્યું હતું કે, નિપોન પેપર યાત્સુશિરો પ્લાન્ટમાં બે લોકો કાર્ડિઆક અરેસ્ટની સ્થિતિમાં મળી આવ્યા હતા જ્યારે નવ લોકો હજુ પણ લાપતા છે. આ સિવાય એક પુલ પણ તૂટી પડયો હતો. ભૂકંપના આંચકાઓના કારણે અનેક પૂલો અને ઈમારતોમાં તીરાડો પડી ગઈ હોવાનું જોવા મળે છે. જોકે, પરમાણુ વીજ એકમને કોઈ નુકસાન થયું નથી.જાપાનના કુમામોટો પ્રીફેકચર (પ્રાંત)માં આવેલાં યાત્સુહીરો ઉનો અને માશિકી તથા મિસાનોમાં શિંદો સ્કેલ ઉપર ૬ પોઇન્ટની તીવ્રતાનો ભૂકંપ લાગ્યો હતો. ઉપરાંત નાગાસાકી, કાગોશિકા, ફુફુઓકા, સાગા અને મિયાઝાકીમાં પણ ૫ કે તેથી ઓછી તીવ્રતાના આંચકા લાગ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર માત્ર ૧૦ કી.મી. જેટલું જ ઊંડું હોવાથી ભૂકંપની અસર વધુ તીવ્ર રહી હતી.

Tags: japan earthquake
Previous Post

જોર્ડનમાં અમેરિકન ઠેકાણાઓને ઈરાને હચમચાવ્યાં

Next Post

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.