Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ફરી લોહિયાળ ખેલ, અંધાધૂંધ ફાયરિંગમાં હુમલાખોર સહિત 3 ના મોત

dharmendravaghela by dharmendravaghela
2026-09-03 11:26:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ગન વાયલન્સ (બંદૂક હિંસા) ની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. બુધવારે સાંજે મિનિયાપોલિસ શહેરની એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ભયાનક ઘટનામાં હુમલાખોર સહિત કુલ 3 લોકોના મોત થયા છે, જ્યારે ઘટનાસ્થળે પહોંચેલા 3 પોલીસ અધિકારીઓ ગોળી વાગવાથી ઘાયલ થયા છે.
મિનિયાપોલિસ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 4:30 વાગ્યાની આસપાસ 911 પર બિલ્ડિંગમાં ગોળીબાર અંગે ઈમરજન્સી કોલ આવ્યો હતો. કોલ મળ્યાના માત્ર 3 જ મિનિટમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓ જ્યારે બિલ્ડિંગમાં દાખલ થયા ત્યારે તેમને ઘાયલ થયેલા લોકો મળ્યા હતા અને ઉપરના માળેથી ફરીથી ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો હતો.
પોલીસ જવાનો જ્યારે અવાજની દિશામાં ઉપરના માળે પહોંચ્યા ત્યારે ત્યાં ધુમાડા જેવું વાતાવરણ હતું, જેના કારણે કાંઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. ત્યાં બે લોકો ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. શકમંદ હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ બચાવ કામગીરી દરમિયાન હુમલાખોરના ગોળીબારમાં 3 પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. એક પોલીસકર્મીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક અધિકારીની સર્જરી કરવી પડી છે. હેન્નેપિન કાઉન્ટી મેડિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, ત્રણેય ઘાયલ પોલીસ અધિકારીઓની હાલત હાલ સ્થિર છે અને તેઓ ખતરા બહાર છે.

Tags: shoot out in miniya police
Previous Post

નેપાળ પૂર પ્રકોપમાં 1200થી વધુ લોકોના મોત

Next Post

પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ કપાયુ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ કપાયુ

પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ કપાયુ

ગુજરાતી સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું નિધન

ગુજરાતી સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.