Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ભાદરવામાં મેઘરાજાની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

12થી 15 સપ્ટેમ્બર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

dharmendravaghela by dharmendravaghela
2026-09-08 13:01:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હાલ વરસાદની ઘટ વચ્ચે ફરી સારા વરસાદના એંધાણ વર્તાયા છે. ભાદરવા મહિનામાં મેઘરાજાની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરથી રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે, જ્યારે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગરમી અને ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.12થી 15 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં મજબૂત હવામાન સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ દક્ષિણ તરફ આગળ વધતાં તેની અસર મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ સૌરાષ્ટ્ર પરથી અરબી સમુદ્ર તરફ જવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
જો આ સિસ્ટમ પર અન્ય હવામાન પરિબળોની વિપરીત અસર નહીં થાય તો રાજ્યના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં.ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર વધી શકે છે. આગાહી મુજબ 18 સપ્ટેમ્બર આસપાસથી 23 સપ્ટેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે કે સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી ઓક્ટોબરની શરૂઆત સુધી રાજ્યમાં વારંવાર હવામાન પલટાઈ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 3 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર શરૂ થઈ શકે છે. 10 ઓક્ટોબર આસપાસ ફરી એક વખત હવામાન પલટાઈ શકે છે.

Tags: rain in september
Previous Post

નાના વેપારીઓનું વેરિફિકેશન સમયમાં પૂર્ણ નહિ થાય તો 15 સપ્ટેમ્બર.પછી UPI-QR કોડથી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય?

Next Post

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઇને મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો, બાર બંધ રાખવા જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઇને મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો, બાર બંધ રાખવા જાહેરાત

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઇને મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો, બાર બંધ રાખવા જાહેરાત

ઈરાન સામે યુદ્ધ જીતી તેલ સસ્તું કરવાનો ટ્રમ્પનો દાવો

ઈરાન સામે યુદ્ધ જીતી તેલ સસ્તું કરવાનો ટ્રમ્પનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.