Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચીન ‘બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન’ની રચના કરશે: શી જિનપિંગ

ઉત્પાદન, વેપાર અને ટેક્નોલોજીમાં સહકાર વધારવા એઆઈ ઓપન સોર્સ કોમ્યુનિટી, ડિજિટલ ઈકોસિસ્ટમ પર ભાર મૂક્યો જિનપિંગે ભાર મુક્યો: શક્તિશાળીની બોલબાલાના સિદ્ધાંતને દુનિયા હવે માનતી નથી

dharmendravaghela by dharmendravaghela
2026-09-14 11:27:47
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દુનિયામાં ‘જેની લાઠી તેની ભેંસ’, શક્તિશાળી લોકોની જ બોલબાલા હોય છે. જોકે, હવે દુનિયા આ સિદ્ધાંતને અમાન્ય ઠેરવી રહી છે. તમે શક્તિશાળી હોવ એટલે સાચા બની જતા નથી તેમ કહેતા ચીનના પ્રમુખ શી જિનપિંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું, આજે દુનિયા એક સદીમાં ના જોયા હોય તેવા પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે. આજે ગ્લોબલ સાઉથ દુનિયાને બહુધુ્રવીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જિનપિંગે ગ્લોબલ સાઉથ અને બ્રિક્સને મજબૂત કરવા એઆઈ ઓપન સોર્સ કોમ્યુનિટી, ડિજિટલ ઈકોસિસ્ટમ અને એન્જિનિયરિંગ ટ્રેઈનિંગ અલાયન્સ સહિત પાંચ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.જિનપિંગે કહ્યું, બ્રિક્સ દેશોમાં ઉત્પાદનને આધુનિક બનાવવા માટે સ્માર્ટ ફેક્ટરીઓના નિર્માણ માટે ચીન મદદ કરશે અને એન્જિનિયરોની યોગ્યતાને વૈશ્વિક ઓળખ અપાવવા તથા સંયુક્ત વિકાસ માટે ‘બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન’ની રચના કરશે.
બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના પ્રમુખ જિનપિંગે ‘ગ્રેટર બ્રિક્સ’નો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે અમેરિકા અને યુરોપના દેશોનું નામ લીધા વિના કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બાબતોમાં ‘જેની લાઠી તેની ભેંસ’નો સિદ્ધાંત હવે માન્ય નથી અને બધા જ દેશોને સંપ્રભુ સમાનતા મળવી જોઈએ. પોતે શક્તિશાળી છે તો સાચા છે તેવી માનસિક્તા હવે ચાલી શકે નહીં. બધા દેશો માટે આંતરરાષ્ટ્રીય કાયદા એક સમાન લાગુ થવા જોઈએ અને બેવડાં ધોરણો રાખવા જોઈએ નહીં. આગામી બ્રિક્સ સમિટ હવે ચીનમાં યોજાવાની છે ત્યારે જિનપિંગે કહ્યું બ્રિક્સે વિકાસશીલ બજારો અને ગ્લોબલ સાઉથ સાથે મળીને સપ્લાય ચેઈન સુરક્ષિત રાખવા અને વિશાળ એકીકૃત બજાર ઊભું કરવા કામ કરવું જોઈએ. જિનપિંગે ગ્લોબલ સાઉથ અને બ્રિક્સને મજબૂત બનાવવા માટે તેમજ ઉત્પાદન, વેપાર અને ટેક્નોલોજીમાં સહકાર વધારવા એઆઈ ઓપન સોર્સ કોમ્યુનિટી, ડિજિટલ ઈકોસિસ્ટમ અને એન્જિનિયરિંકગ ટ્રેનિંગ અલાયન્સ સહિત પાંચ વૈશ્વિક પહેલો પર ભાર મૂક્યો હતો.શી જિનપિંગે વેપાર અને ઔદ્યોગિક સમન્વયને સરળ બનાવવા માટે બ્રિક્સ વિશેષ આર્થિક ક્ષેત્ર ભાગીદારી અને ડિજિટલ કૌશલ વિકાસ માટે બ્રિક્સ ડિજિટલ ઈકોસિસ્ટમ ક્લાઉડ પ્લેટફોર્મની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમણે કહ્યું કે, ગ્લોબલ સાઉથ પોતાના સામૂહિક ઉદય સાથે વિશ્વને બહુધુ્રવીય બનાવવાનું મુખ્ય ચાલક બળ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા વધી છે. વૈશ્વિક પરિદૃશ્ય જોખમો અને પડકારોથી ભરેલું છે. વિશ્વમાં સ્થિરતા લાવવા માટે બ્રિક્સ દેશોએ ઐતિહાસિક પહેલોને અપનાવવી પડશે. આંતરરાષ્ટ્રીય બાબતોમાં સક્રિય, સ્થિર અને સકારાત્મક શક્તિ બનવું પડશે અને માનવતાના કલ્યાણ પર ધ્યાન આપવું પડશે.

Tags: brics engineering trainingxi jinping
Previous Post

2029 સુધીમાં 21 રાજ્યોમાં UCC લાગુ થશે:અમિત શાહ

Next Post

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

September 14, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના
આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના

September 14, 2026
2029 સુધીમાં 21 રાજ્યોમાં UCC લાગુ થશે:અમિત શાહ
તાજા સમાચાર

2029 સુધીમાં 21 રાજ્યોમાં UCC લાગુ થશે:અમિત શાહ

September 14, 2026
Next Post
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.