પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. તેવામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ફરી મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના પૂર્વીય વિસ્તારમાં કુનાર પ્રાંતમાં બોમ્બ વરસાવ્યા છે. આ હવાઈ હુમલામાં અનેક લોકો ઘાયલ થયાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાની સેનાએ નરગલ જિલ્લાના પતંગ વિસ્તાર અને નૂર મોહમ્મદ નામના વ્યક્તિના ઘરને નિશાન બનાવ્યું છે. આ પાકિસ્તાને કુનાર સિવાય પક્તિકા વિસ્તારમાં પણ હુમલો કર્યો છે.
આજે સવારે 3 વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં પાકિસ્તાનની ફાઈટર જેટ મંડરાઈ રહ્યાં હતાં. આ વિમાનોને જોઈને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પાકિસ્તાને જે ઘરોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો, તે ઘરો તહાબ થઈ ગયાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, પાકિસ્તાને માત્ર આ ઘરો પર કેમ હુમલો કર્યો તે અંગે હજી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. અત્યારે જે ઘરો તબાહ થયાં છે તેના નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવકાર્ય શરૂ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ હુમલામાં કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકો ઘાયલ થયાં છે તેની સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. સુરક્ષાદળો દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ હુમલાના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલું નુકસાન આવ્યું છે તેની જાણકારી પ્રકાશમાં આવે તે પછી નક્કી કરી શકાય કે, પાકિસ્તાન દ્વારા કેટલો મોટો હુમલો કરવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજા પર હુમલાઓ કરી રહ્યાં છે. આ વિવાદ ખાસ કરીને બંને દેશો વચ્ચે આવેલ ડુરંડ લાઈન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને લઈને ચાલી રહ્યો છે. આ વિવાદમાં અત્યાર સુધીમાં બંને દેશોમાં અનેક લોકોના મોત પણ થયાં છે. આ પહેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સારા મિત્રો હતો અને તેમના વેપારીક સંબંધો પણ સારી હતા, પરંતુ અત્યારે બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યાં છે.
અંગ્રેજોએ બનાવેલી સરહદ અફઘાનિસ્તાનને મંજૂર નથી!






