Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે સાંજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર યોજાઈ રહ્યો છે નેશનલ ફિલ્મ ફેર એવૉર્ડ, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ કરશે ઉદ્ધઘાટન

dharmendravaghela by dharmendravaghela
2026-09-22 12:15:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજે 22 સપ્ટેમ્બરે સાંજે ચાર વાગ્યાથી ગુજરાતના એકતાનગર (કેવડિયા)માં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે એવોર્ડ સમારોહમાં હાજરી આપવા અને ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગઈકાલે વડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ બાય રોડ કેવડિયા માટે નીકળ્યા હતા. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ગઈકાલે જ કેડવિયા પહોંચ્યા હતા, જ્યાં હોટલમાં ઢોલ-નગારા અને ગરબા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ ઉપરાંત એક્ટર રણદીપ હુડ્ડા પત્ની અને બાળક સાથે, મમૂટી, ધનુષ અને એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી પણ રાત્રે વડોદરા પહોંચ્યા હતા. આજે એવોર્ડ સમારોહને લઈ બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ સહિતના નેતાઓ કેવડિયા પહોંચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1954થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર સમારોહ યોજાઈ રહ્યો છે અને તેની યજમાની ગુજરાત કરી રહ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક ‘બસ બે’ (બસ ટર્મિનલ) વિસ્તારમાં મહેમાનો માટે AC જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે, જેમાં 1000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મહેમાનોને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહની શરૂઆત કરાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેઝર, લાઇટ એન્ડ સાઉન્ડ શો
ત્યારબાદ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ તેમજ શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી સહિત વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધન કરશે. તમામ એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી મહેમાનો માટે નર્મદા નદી કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ


72માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાશે. ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે. જ્યારે, ‘ભ્રમયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાશે.

Tags: gujaratkevadianational film awards ceremony
Previous Post

શનીવારથી સતત પાંચ દિવસ બેંકો રહેશે બંધ

Next Post

ડોનાલ્ડ ટ્રમ્પે CNN પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકાની મુખ્ય ચેનલોએ કર્યું પ્રમુખનું બૉયકોટ

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે CNN પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકાની મુખ્ય ચેનલોએ કર્યું પ્રમુખનું બૉયકોટ

ભારત UNSCનું કાયમી સભ્ય બનશે!

વૈશ્વિક સ્તરે ભારતની મોટી જીત, UNSCમાં કાયમી સભ્યપદને 4 દેશોનું મહત્ત્વનું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.