Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’ એક્ટિવ: યુપી, બિહાર સહીત રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ

સિસ્ટમ ગતિશીલ બનીને જમીન સાથે ટકરાવા જઈ રહી છે, જેના કારણે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે

dharmendravaghela by dharmendravaghela
2026-09-23 11:43:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.હવામાન વિભાગ અનુસાર ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં 33 ODRAF ટીમો તૈનાત કરાઈ છે. 7 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે.
દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ગંભીર દબાણ (ડીપ ડિપ્રેશન) ના કારણે પૂર્વીય, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ગતિશીલ બનીને જમીન સાથે ટકરાવા જઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે ઓડિશામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. તટીય અને દક્ષિણી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા 33 ઓડ્રાફ (ODRAF) ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાંથી 24 ટીમો અત્યંત સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ: પરિસ્થિતિની ગંભીરતા જોતાં સાત જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. કટોકટીના પગલે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરીને ડ્યુટી પર હાજર રહેવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હોવાથી 24 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયામાં ન જવા અને પુરીના દરિયાકિનારે નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ: પૂર્વીય યુપીમાં ગુરુવારથી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે અને 25-26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે. બીજી તરફ, ઉત્તરાખંડમાં શુક્રવારથી વરસાદનું જોર વધીને શનિવારે પર્વતીય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

Tags: cyclone
Previous Post

વૈશ્વિક સ્તરે ભારતની મોટી જીત, UNSCમાં કાયમી સભ્યપદને 4 દેશોનું મહત્ત્વનું સમર્થન

Next Post

ખાનગી યુનિવર્સિટીઓને સુપ્રીમની કડક ટકોર, નફો કમાવતી સંસ્થા તરીકે ચલાવી શકાય નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય સ્તરે પાક.ની ફજેતી,સંયુક્ત રાષ્ટ્રમાં પત્ર ભારતે ફગાવ્યો
આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય સ્તરે પાક.ની ફજેતી,સંયુક્ત રાષ્ટ્રમાં પત્ર ભારતે ફગાવ્યો

September 23, 2026
કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમને સજા ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમને સજા ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ

September 23, 2026
વિકસિત ભારત- 2047 પર મંથન સત્ર યોજાશે
તાજા સમાચાર

વિકસિત ભારત- 2047 પર મંથન સત્ર યોજાશે

September 23, 2026
Next Post
ખાનગી યુનિવર્સિટીઓને સુપ્રીમની કડક ટકોર, નફો કમાવતી સંસ્થા તરીકે ચલાવી શકાય નહીં

ખાનગી યુનિવર્સિટીઓને સુપ્રીમની કડક ટકોર, નફો કમાવતી સંસ્થા તરીકે ચલાવી શકાય નહીં

ગુજરાત શિક્ષણ બોર્ડની ખાસ પરીક્ષાની જાહેરાત

ગુજરાત શિક્ષણ બોર્ડની ખાસ પરીક્ષાની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.