• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશું: ટ્રમ્પ

મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પના નિવેદનથી અમેરિકાનું રાજકીય વાતાવરણ ગરમાયું

dharmendravaghela by dharmendravaghela
2026-10-28 11:34:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ પરિણામોનું સન્માન કરશે. 3 નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનાં બંને ગૃહોમાં કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે તે નક્કી થશે.
મંગળવારેટેક્સાસના ચૂંટણી પ્રચાર માટે રવાના થતાં પહેલાં એરફોર્સ વન વિમાનમાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી અનેક રાજ્યોમાં ચૂંટણીના પડકારોનો સામનો કરી રહી છે. પાર્ટીના કેટલાક વ્યૂહરચનાકારોને પણ વિવિધ રાજ્યોમાં ઉમેદવારોની જીતની સંભાવનાઓ અંગે ચિંતા છે.
ટ્રમ્પ ટેક્સાસમાં રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સ્ટનના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. અમેરિકાની સેનેટ બેઠક માટે પેક્સ્ટનની સામે ડેમોક્રેટિક પાર્ટીના જેમ્સ ટાલારિકો સાથે છે. ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા રાજ્યોમાં પ્રચાર તેજ કર્યો છે. બીજી તરફ, રિપબ્લિકન વ્યૂહરચનાકારો અલાસ્કાથી લઈને સાઉથ કેરોલિના સુધીનાં વિવિધ ચૂંટણી જંગ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે, ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને ઈરાન સાથેના યુદ્ધને કારણે મોંઘવારી પર પડેલી અસર મતદારોમાં અસંતોષ વધારી શકે છે. તેની અસર ચૂંટણીનાં પરિણામો પર પડવાની શક્યતા છે.
અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની 100માંથી 35 બેઠકો માટે મતદાન થશે. આમ, કોંગ્રેસનાં બંને ગૃહોમાં સત્તાનું સમીકરણ બદલાઈ શકે છે. જનમત સર્વેક્ષણો અનુસાર, ડેમોક્રેટિક પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી શકે છે. જ્યારે સેનેટમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર રહેવાની શક્યતા છે.

Tags: trump electon
Previous Post

ચક્રવાતના પગલે આંધ્ર અને ઓડિશામાં 4000 શેલ્ટર્સ બનાવાયા

Next Post

વૉટ્સએપ પર શેર્સની ટિપ્સ આપનારા તત્ત્વોથી રોકાણકારો ચેતીને દૂર રહે: SEBI દ્વારા એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
વૉટ્સએપ પર શેર્સની ટિપ્સ આપનારા તત્ત્વોથી રોકાણકારો ચેતીને દૂર રહે: SEBI દ્વારા એલર્ટ

વૉટ્સએપ પર શેર્સની ટિપ્સ આપનારા તત્ત્વોથી રોકાણકારો ચેતીને દૂર રહે: SEBI દ્વારા એલર્ટ

ઇઝરાયલ ચૂંટણીઃ નેતન્યાહૂ ગઠબંધન વલણોમાં આગળ, પરંતુ બહુમતી નહીં

ઇઝરાયલ ચૂંટણીઃ નેતન્યાહૂ ગઠબંધન વલણોમાં આગળ, પરંતુ બહુમતી નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In