યમનના હૂતી વિદ્રોહિયોએ શુક્રવારે હુમલા કર્યા હતા.સાઉદી અને યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર હૂતિયોએ સાઉદી અરબના પવિત્ર શહેર મદીના તરફ એક ડ્રોન મોકલ્યુ. આ ઉપરાંત દક્ષિણી યમનના અદન શહેરમાં રાષ્ટ્રપતિ ભવન પરિસર અને એરપોર્ટ પર બેલેસ્ટિક મિસાઇલો ફેંકી હતી.
હૂતિયો સામે લડી રહેલા સાઉદીના નેતૃત્વવાળા સંગઠને શુક્રવારે જણાવ્યું કે તેણે મદીના ક્ષેત્રની ઉપર એક ડ્રોનને રોકીને નષ્ટ કરી દીધું. મદીનામાં મોમ્મબદ ની મસ્જિદ સ્થિત છે, જે ઇસ્લામના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંનું એક છે. અગાઉ પણ ગઠબંધને મક્કાક ક્ષેત્રમા એક ડ્રોનને રોકવાની જાણકારી આપી હતી.
દરમ્યાન સાઉદી અરબે દાવો કર્યો છે કે શુક્રવારે તેની એર ડિફેન્સ સિસ્ટમે હૂતી બળવાખોરોએ છોડેલા એટેકિંગ ડ્રોનને મક્કા ક્ષેત્રમાં તોડી પાડયું છે જ્યારે હૂતી તરફથી અને એક્સ પર કહેવાયું છે કે સાઉદીનો દાવો જૂઠ્ઠો છે. તેણે મક્કા પર હુમલા માટે કોઇ ડ્રોન નથી છોડ્યું. બે નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું કે તેમણે રાષ્ટ્રપતિ મહેલ પરિસરમાં એમ્બ્યુલન્સોને જતી જોઇ. આ પરિસરમાં ઘણી ઇમારતો છે. સ્થાનિક લોકોએ જણાવ્યુંકે થોડાક સમય પહેલા તેમણે શહેરમાં બે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો.
દક્ષિણી પોર્ટ શહેર અદન યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનું મુખ્ય કેન્દ્ર છે. વર્ષ 2014માં હૂતિયોએ આ સરકારને રાજધાની સનામાંથી બહાર કરી દીધી હતી. ત્યાર બાદ જુલાઇમાં લડાઇ ફરી ભડક્યા બાદ અદન શહેર સતત હુમલાનો સામનો કરી રહ્યું છે. હૂતિયો તરફથી વારંવાર મક્કા કે મદીનાને નિશાન બનાવાયાના દાવાને ફગાવી દેવાયો છે. તેમનું કહેવું છે કે સૈન્ય અભિયાન ફક્ત સાઉદી અરબના સૈન્ય ઠેકાણા અને ઉર્જાના પાયાના માળખાને ટાર્ગેટ બનાવવા માટે છે.





