ઉત્તરાખંડના જોશીમઠમાં બદ્રીનાથથી દહેરાદૂન પરત ફરતુ હેલિકોપ્ટર જોશીમઠ નજીક વરસાદના કારણે તૂટી પડતા કર્ણાટકના છ લોકોના મોત થયા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ટ્રાન્સ ભારત એવિયેશન પ્રાઇવેટ લિમિટેડના બેઠેલા છ જણની ઓળખ કેપ્ટન હિમાંશુ, પ્રતાપ, અરુણ, શંકર ગૌડા, સુધીર કે અને એચે સ નટરાજ તરીકે થઈ છે. આ હેલિકોપ્ટર જોશીમઠમાં જેપી પાવર હાઉસ જોડે બપોરે ૨:૨૦ વાગે તૂટી પડયુ હતુ. ચંબોલીનું તંત્ર, પોલીસ એસડીઆરએફ, આર્મી અનએ આઇટીબીપીએ રાહત-બચાવની કામગીરી કરી હતી.
સીએમ પુષ્કર ધામીએ જણાવ્યું હતું કે તેઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી હ્યા છેઅને તેમા ગંભીર ઇજા પામનારાઓને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉચ્ચસ્તરીય મેડિકલ ફેસિલિટી ખાતે મોકલવા સૂચના આપી હતી. ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ડેવલપમેન્ટ ઓથોરિટએ જણાવ્યું હતું કે ટ્રાન્સ ભારત એવિયેશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકોપ્ટર વીટી-એચસીએક્સ બદ્રીનાથથી દહેરાદુનમાં સહસ્ત્રધારા જઈ રહ્યુ હતુ. તે બપોરે ૧:૧૫ વાગે ઉડયુ હતુ અને ૨:૨૦ વાગે ગુમ થયુ હતુ.
યુસીએડીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે હેલિકોપ્ટરે જોશમીઠ ખીણમાં ઉડતી વખતે સંપર્ક ગુમાવ્યુ હતો, તે જ સમયે ટ્રેકિગ સિસ્ટમ પરથી હેલિકોપ્ટર અદ્રશ્ય થઈ ગયુ હતુ. તેના લીધે તેનું લોકેશન નિશ્ચિત થઈ શક્યું ન હતુ. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન ચારધામમાં હેલિકોપ્ટરની કુલ નવ દુર્ઘટના બની છે. તેમા આઠ અકસ્માતો અને એક ગંભીર અકસ્માત છે. ૨૦૨૨થી તો ઉત્તરાખંડમાં દર વર્ષે કમસેકમ એક અકસ્માત તો થાય જ છે. ગયા વર્ષે ચાર હેલિકોપ્ટર અકસ્માત થયા હતા. તેમા બે ગંભીર હતા. ગયા વર્ષે એક જ વર્ષમાં સૌથી વધુ અકસ્માત થયા હતા, એમ એએઆઇબીએ જણાવ્યું હતું. બદ્રીનાથ ટેમ્પલ ઉત્તરાખંડમાં ચારધામ યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ પૈકીનું એક છે.






