• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મિડટર્મમાં હાર થતા અમેરિકી સંસદમાં ટ્રમ્પનું વર્ચસ્વ ઘટ્યું

ઈરાન યુદ્ધ, મોંઘવારી અને ટ્રમ્પ સરકારની કામગીરી સામેની નારાજગી આ પરિણામોમાં મહત્વનાં પરિબળો રહ્યાં, વેન્સ સાથે મતભેદની ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2026-11-05 11:26:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના રાજકારણમાં મિડટર્મ ચૂંટણીનાં પરિણામો બાદ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસનાં બંને ગૃહોમાં બહુમતી ગુમાવવી પડી છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન યુદ્ધને લઈને અલગ અભિપ્રાય આપ્યો છે. જેના કારણે ટ્રમ્પ અને વેન્સ વચ્ચે મતભેદ હોવાની ચર્ચા શરૂ થઈ છે, પરિણામો બાદ અમેરિકાની રાજનીતિમાં સત્તાનું સમીકરણ બદલાઈ ગયું છે, ઈરાન યુદ્ધ, મોંઘવારી અને ટ્રમ્પ સરકારની કામગીરી સામેની નારાજગી આ પરિણામોમાં મહત્વનાં પરિબળો રહ્યાં છે.
મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસનાં બંને ગૃહોમાં બહુમતી ગુમાવી છે. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીને 228 બેઠકો મળી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીને 139 બેઠકો મળી છે. બીજી તરફ સેનેટમાં ડેમોક્રેટ્સે 54 બેઠકો સાથે બહુમતી મેળવી છે. આ પરિણામો બાદ ટ્રમ્પ માટે પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારવો મુશ્કેલ બની શકે છે. ચૂંટણીમાં હાર બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેમાં તેમણે ઈરાન યુદ્ધને પાર્ટીની હારનું એક મોટું કારણ ગણાવ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ઈરાન યુદ્ધ માટે સેનેટમાં આગામી છ વર્ષ સુધી બહુમતી ગુમાવવી યોગ્ય નિર્ણય હતો? તેમના આ નિવેદનથી ટ્રમ્પ સરકારની ઈરાન નીતિ અંગે મતભેદની ચર્ચા શરૂ થઈ છે.
ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે ઈરાન યુદ્ધની ચૂંટણી પર અસર પડશે તેની તેમને જાણ હતી. જોકે, તેમણે ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીનો બચાવ પણ કર્યો હતો. એટલે બંને નેતાઓનાં નિવેદનોમાં અલગ અભિગમ જોવા મળ્યો હતો, મિડટર્મ ચૂંટણીનાં પરિણામોએ અમેરિકાની રાજનીતિમાં નવું સમીકરણ ઊભું કર્યું છે. કોંગ્રેસનાં બંને ગૃહોમાં ડેમોક્રેટ્સનું નિયંત્રણ આવવાથી ટ્રમ્પ સરકારના નિર્ણયો, નીતિઓ અને વહીવટી કામગીરી પર વધુ તપાસ અને ચર્ચા થઈ શકે છે. બીજી તરફ, વેન્સનાં નિવેદનોએ રિપબ્લિકન પાર્ટીની અંદર ઈરાન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર મતભેદની ચર્ચાને વેગ આપ્યો છે. જોકે, ટ્રમ્પ અને વેન્સ વચ્ચે વ્યક્તિગત સંબંધોમાં ખરેખર તિરાડ પડી છે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
———————–

Tags: donald trump us midterm elections
Previous Post

મતદાર નોંધણીના ફોર્મ- 6માંથી વિવાદાસ્પદ SIR કોલમ હટાવાઈ

Next Post

યુક્રેનમાં રશિયાની એરસ્ટ્રાઈક, 40ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
યુક્રેનમાં રશિયાની એરસ્ટ્રાઈક, 40ના મોત

યુક્રેનમાં રશિયાની એરસ્ટ્રાઈક, 40ના મોત

ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પ સરકાર ભારતની પાછળ પડી, ઈરાન સાથે સંબંધોના બહાને 9 કંપની સામે બૅન મૂક્યો

ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પ સરકાર ભારતની પાછળ પડી, ઈરાન સાથે સંબંધોના બહાને 9 કંપની સામે બૅન મૂક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In