અમેરિકાએ ભારતીય ઉદ્યોગપતિ સુનીલ કુમાર શર્મા, તેમની પત્ની અને 9 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈરાનના પ્રતિબંધિત તેલ કારોબારને મદદ કરવાના આરોપસર આ કાર્યવાહી થઈ છે. ચંદીગઢથી સંચાલિત આ નેટવર્કે જહાજો માટે નકલી રજિસ્ટ્રેશન બનાવ્યા હતા. અમેરિકી નાણા મંત્રાલયે ‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’ હેઠળ આ કડક પગલું ભર્યું છે.
અમેરિકામાં તાજેતરમાં સંપન્ન થયેલી મિડટર્મ ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને કરારી હારનો સામનો કરવો પડ્યો છે, જેના પગલે હવે ટ્રમ્પ પ્રશાસને ભારત પર ફરીથી આર્થિક અને રાજકીય શિકંજો કસવાનું શરૂ કરી દીધું છે. ઈરાનના પ્રતિબંધિત તેલ કારોબારને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી બચાવવામાં મદદ કરવાના ગંભીર આક્ષેપ હેઠળ અમેરિકાએ એક ભારતીય કારોબારી, તેમની પત્ની તેમજ ભારત સ્થિત નવ કંપનીઓ પર કડક પ્રતિબંધો મૂક્યા છે.
અમેરિકી નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમગ્ર જાળીદાર નેટવર્ક ભારતીય કારોબારી સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદ દ્વારા ચંદીગઢથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. અમેરિકી નાણા મંત્રાલય દ્વારા પ્રતિબંધિત કરાયેલી ભારતીય કંપનીઓઓમાં ઓશનિક ટેક્નોલોજીસ ઇન્ડિયા,આર્યાવર્ત શિપ મેનેજમેન્ટ, પ્રિસેપ્ટ ટ્રેન્ડ્સ, પોલીનેશિયા મેરિટાઇમ, અલેક્સાર્યા ફિનસર્વ, અલેક્સાર્યા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ, વિહારાબોટિંગ, આર્યાવર્ત મેરિટાઇમ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટઆ ઉપરાંત, સુનીલ શર્મા સાથે જોડાયેલી કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે કામ કરતા અશ્વિની કુમાર ધિમાન અને ઇશ્વિંદર સિંહ પર પણ ગાજ પડી છે.





