પાકિસ્તાનની વિશ્વમાં કેવી છાપ છે તે અંગે કોઈ જણાવવાની જરૂર નથી. પરંતુ હવે નાપાક પાકિસ્તાને વૈશ્વિક એજન્સીઓને પણ છેતરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ વખતે તેમની ચાલ સફળ થઈ નથી. વર્લ્ડ બેંકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતને દેશનું પ્રાથમિક શિક્ષણ સુધારવા માટે 150 મિલિયન ડૉલર એટલે કે 4146 કરોડ પાકિસ્તાની રૂપિયા આપ્યા હતા. પાકિસ્તાને વર્લ્ડ બેંક સમક્ષ મોટા-મોટા દાવા કરીને આ ગ્રાંટ મેળી હતી પરંતુ પૈસા લઈને ચાઉં કરી ગયા અને ખાસ કોઈ કામ થયું નહીં. આ વાતની જાણ થતાં જ વર્લ્ડ બેંકે આખો પ્રોજેક્ટ ડાઉનગ્રેડ કરી દીધો છે અને સજા રૂપે હવે પછીનો હપ્તો જ્યારે નક્કર કામ થશે ત્યારે જ આપવામાં આવશે તેમે કહ્યું હતું.
GRADES પ્રોજેક્ટ હેઠળ જૂન 2024માં વર્લ્ડ બેંકે પંજાબ પ્રાંતને આ રકમ આપી હતી અને જૂન 2029 સુધીમાં તેનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી. જેમાં પ્રી-પ્રાઇમરી અને પ્રાઇમરી વર્ગોમાં છોકરીઓના પ્રવેશમાં વધારો કરવો, વધુમાં વધુ બાળકોને શાળામાં દાખલ કરવા, તેમના અભ્યાસની યોગ્ય વ્યવસ્થા કરવી અને કોવિડને કારણે શિક્ષણને થયેલું નુકસાન ભરપાઈ કરવું જેવી બાબતો સામેલ હતી. પાકિસ્તાને પણ દાવો કર્યો હતો કે આનાથી લગભગ 50 લાખ બાળકો અને 7000 પ્રિન્સિપાલ-શિક્ષકોને ફાયદો થશે તથા શિક્ષણનું સ્તર ઊંચું આવશે.
વર્લ્ડ બેંકે પ્રાથમિક શાળાઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પણ કહ્યું હતું. પરંતુ પાકિસ્તાન કોઈ પણ માપદંડ પર ખરું ઉતર્યું નહોતું. ટેકનિકલ સ્તરે જેટલું કામ થવું જોઈતું હતું તેટલું થયું નથી અને ડેટા આપવામાં પણ આનાકાની કરવામાં આવી રહી હોવાનું વર્લ્ડ બેંકના ધ્યાનમાં આવ્યું હતું. બાળકોના પ્રવેશમાં થોડો વધારો જરૂર થયો હતો, પરંતુ જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું તે પૂરું થઈ શક્યું નહોતું.






