વર્ષ 2026ના અંતિમ મહિના ડિસેમ્બરની શરૂઆત સાથે જ દેશના સામાન્ય નાગરિકો અને વેપારીઓને અસર કરતા પાંચ મહત્ત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. 1 ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવ, SBI ક્રેડિટ કાર્ડના ચાર્જ, કારની કિંમતો, કમૉડિટી ટ્રેડિંગના માર્જિન અને GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર થશે. આ નિયમોની સીધી અસર લોકોના ઘરખર્ચ અને નાણાકીય વ્યવહારો પર પડી શકે છે.
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ LPGના ભાવની સમીક્ષા કરે છે. ડિસેમ્બરમાં ઘરેલુ અને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે કે કેમ તેના પર નજર રહેશે. ATFના ભાવમાં પણ ફેરફાર શક્ય છે. SBI ક્રેડિટ કાર્ડમાં નવા નિયમ મુજબ 30 હજારથી વધુના ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન અને 50 હજાર રૂપિયાના ફ્યુઅલ ખર્ચ પર 1 ટકા ચાર્જ લાગશે, ટાટા મોટર્સની પેસેન્જર કારના ભાવમાં વેરિઅન્ટ પ્રમાણે 0.5 ટકા સુધીનો વધારો થવાની જાહેરાત કરાઈ છે, કમૉડિટી ટ્રેડિંગમાં ઓછી, મધ્યમ અને વધુ વધઘટવાળી કમૉડિટી માટે અનુક્રમે 6, 8 અને 10 ટકા માર્જિન રાખવું પડશે.,GST રજિસ્ટ્રેશન રદ કરવાની પાત્ર અરજીઓની કાર્યવાહી હવે ઇલેક્ટ્રોનિક પોર્ટલ મારફતે થશે, જ્યારે બાકી રિટર્ન કે રકમવાળા કેસોની અધિકારી દ્વારા તપાસ થશે.: નવા નિયમ મુજબ 30 હજારથી વધુના ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન અને 50 હજાર રૂપિયાના ફ્યુઅલ ખર્ચ પર 1 ટકા ચાર્જ લાગશે.
——————-





