એઆઈનો ઉપયોગ અત્યાર સુધી ઓનલાઇન શોપિંગમાં વસ્તુઓ શોધવા, તેની સરખામણી કરવા અને ગ્રાહકને યોગ્ય વિકલ્પ સૂચવવા માટે થતો હતો, પરંતુ હવે એઆઈ ગ્રાહક વતી ખરીદી કરીને તેનું પેમેન્ટ પણ કરી શકશે. બ્રિટનમાં પહેલીવાર એક એઆઈ એજન્ટે બેન્ક કાર્ડનો ઉપયોગ કર્યા વિના ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાંથી સીધા પેમેન્ટ કરીને પિત્ઝાનો ઓર્ડર આપ્યો છે.
બ્રિટનની નાણાકીય સંસ્થા ફાઈનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીના રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં, એઆઈ એજન્ટે પાપા જ્હોન્સમાંથી ૯ માર્ગેરિટા પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. તેમાં લોયડ્સ બેંક, પેમેન્ટ ટેકનોલોજી કંપની ટ્લેયર અને પાપા જ્હોન્સ સામેલ હતાં. આ ટેકનોલોજીમાં એઆઈ એજન્ટ ગ્રાહકના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલી પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરીને સીધા રિટેલરને પૈસા ચૂકવી શકે છે. તેમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂર પડતી નથી.
આ વ્યવહારમાં એઆઈ એજન્ટને ગ્રાહકના બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ કે અને ગુપ્ત માહિતીની જરૂર પડતી નથી. ગ્રાહક બેંક સાથે અગાઉથી ખર્ચની મર્યાદા નક્કી કરી શકે છે. એઆઈ એજન્ટ તે મર્યાદાથી વધુ ખર્ચ નથી કરી શકતો. આ પેમેન્ટમાં ઓપન બેંકિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. ઓપન બેંકિંગમાં ગ્રાહકમાં ગ્રાહકની મંજૂરીથી એક બેંક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.





