માં આધ્યશક્તિની ભક્તિ સાથે ગરબા માટેના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જાેવા મળી રહયો છે. ખેલૈયાઓ મહિના પૂર્વેથી જ રાસ ગરબાના નવા નવા સ્ટેપ શીખવાની પ્રેકટીસ કરી રહયા છે. આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન થઇ રહયા છે. આથી ખૈલેયાઓ ગરબે ઘુમવા થનગની રહયા છે.
કોરોનાકાળ દરમિયાન બે વર્ષ સુધી અર્વાચીન ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ખૈલેયાઓ નવરાત્રીને મનભરીને માણશે. હાલ ચણીયા ચોળી ખરીદવા અને ભાડે રાખવા માટે વેપારી પાસે બુકીંગ શરૂ થઇ ચુકયા છે. આ વર્ષે ચણીયા ચોળીમાં અનેક નવી ડિઝાઇનની ચોલી બજારમાં મુકાય છે. જેમાં ખૈલેયાઓને મનગમતી ચોલીનો પુષ્કળ માલ આવ્યો છે.ભાવનગરમાં ચારેક જેટલા નવરાત્રી રાસગરબાના પ્રોફેશનલ ઉપરાંત વિવિધ જ્ઞાતિ મંડળો ઉપરાંત ઠેર ઠેર શેરી ગરબા ના પણ આયોજનો થવાના છે ત્યારે નવરાત્રીના રાસ ગરબા રમવા માટે અવનવી ડિઝાઈનવાળા ચણિયાચોળીની ખરીદી કરવા બહેનોમાં ભારે ક્રેઝ જામ્યો છે ભાવનગર શહેરની બજારોમાં દુકાનદારો દ્વારા નવરાત્રી ને અનુરૂપ ચણિયાચોળીનો ભારે સ્ટોક કરવામાં આવ્યો છે અને તેની ખરીદી પણ થઈ રહી છે

આ ઉપરાંત શહેરના રૂપાણી સર્કલ નીલમબાગ કાળીયાબીડ પાણીની ટાંકી પાસે સહિતના વિસ્તારોમાં પણ ચણિયાચોળીનુ વેચાણ થઈ રહ્યું છે જેની બહેનો દ્વારા ખરીદી થઈ રહી છે હવે નવરાત્રીના પડધમ વાગવાની રાહ છે. ખૈલેયાઓ દર વર્ષે નવી ફેશન અનુરૂપ નતનવીન ડિઝાઇનના ચોલી પસંદ કરે છે. આ વર્ષે પણ ખૈલેયાઓની પસંદગીને અનુરૂપ ચણીયા ચોલી તૈયાર કરવમાં આવ્યા છે. અને વેપારીઓને નવરાત્રી ફળશે.
બે વર્ષ બાદ નવરાત્રી યોજાતી હોવાથી ખૈલેયાઓ ખરીદી કરવામાં ઉત્સાહિત જાેવા મળી રહ્યા છે.



