Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE : રાજસ્થાન કોંગ્રેસમાં નવું સંકટ ઉભુ : પાયલટ મંજૂર નથી

ગેહલોત જૂથના 92 ધારાસભ્યોએ કરી રાજીનામાની જાહેરાત

aaspassdaily by aaspassdaily
2022-09-26 11:41:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં મોટું રાજકીય સંકટ ઉભુ થઈ ગયું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને સચિન પાયલટને ખુરશી સોંપવી મંજૂર નથી. કોંગ્રેસ હાઈ કમાન્ડ પર દબાવ બનાવવા માટે ગેહલોત જૂથના બધા ધારાસભ્યોએ રાજીનામી જાહેરાત કરી દીધી છે. આ બધા ધારાસભ્યો બસમાં વિધાનસભા અધ્યક્ષ સીપી જોષીના ઘરે પહોંચી ગયા છે.
રાજસ્થાન સરકારમાં મંત્રી અને ગેહલોતના વિશ્વાસુ પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યુ કે, બધા ધારાસભ્યો ગુસ્સામાં છે અને રાજીનામુ આપવા જઈ રહ્યાં છે. અમે તે માટે અધ્યક્ષની મુલાકાત કરવાના છીએ. ધારાસભ્યો તે વાતથી ગુસ્સામાં છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમની સલાહ વગર નિર્ણય કેમ લઈ શકે છે. ખાચરિયાવાસે 92 ધારાસભ્યોના રાજીનામાની વાત કહી છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘર પર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. તે માટે દિલ્હીથી પર્યવેક્ષક બનાવી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પ્રભારી અજય માકનને જયપુર મોકલવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોને તે પ્રસ્તાવ પાસ કરવાનું કહેવામાં આવ્યું કે નવા મુખ્યમંત્રીનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે હાઈ કમાન્ડ સચિન પાયલટને નવા મુખ્યમંત્રી બનાવી શકે છે અને ગેહલોતને તે મંજૂર નથી. તેમનું કહેવું છે કે હાઈ કમાન્ડે તેમનો મત જાણ્યો નથી.
આ પહેલા મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન, સચિન પાયલટ સહિત ધારાસભ્યો અશોક ગેહલોતના ઘરે પહોંચ્યા હતા. પરંતુ ગેહલોત જૂથના ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા નહીં. આ વચ્ચે ધારાસભ્ય દળની બેઠક રદ્દ કરી દેવામાં આવી છે. હવે રાજસ્થાન કોંગ્રેસમાં શું નાટક થશે તે જોવાનું રહેશે.

Tags: RajasthanUpdate Congress Crisis
Previous Post

નવરાત્રીના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ

Next Post

20 વર્ષની હદીસ નજફીને પોલીસે 6 ગોળી ધરબી દીધી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
20 વર્ષની હદીસ નજફીને પોલીસે 6 ગોળી ધરબી દીધી

20 વર્ષની હદીસ નજફીને પોલીસે 6 ગોળી ધરબી દીધી

શેરબજારમાં ધબડકો

ધબડકો: શેરબજાર પણ ખૂલતાંવેત જ ઊંધા માથે પછડાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.