ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ પીએમ મોદી અંબાજીના કાર્યક્રમ પુર્ણ કરી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આબુ ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પણ આખાય દિવસના કાર્યક્રમોથી ભરપૂર સિડયુલના કારણે તેઓ સભા સ્થળ પર 10 વાગ્યા બાદ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીની વધુ એક સાલીનતા જોવા મળી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના આબુ રોડ ખાતે વિશાળ સભાને સંબોધવા માટે માઈકનો ઉપયોગ કર્યો ન હતો કારણ કે તેઓ 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાના કોઈપણ નિયમનું ઉલ્લંઘન કરવા માંગતા ન હતા. જેથી તેમણે મોટી સંખ્યામાં આવેલા લોકોને માઈક વગર જ ટૂંકું સંબોધન કર્યું હતું. અને સ્ટેજ પર માથું ઝુકાવી મોડા પહોંચવા બદલ માફી માંગી હતી.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના આબુ રોડ ખાતે એકઠા થયેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સભામાં હજારોની જનમેદની સામે મોદી નતમસ્તક થયા હતા. નિયમ પ્રમાણે રાત્રે 10 પછી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે. તેથી પીએમ મોદીએ રાત્રે 10 વાગ્યા પછી હું માઈકનો ઉપયોગ નહી કરી શકુ, તે બદલ દુખ છે તેવુ કહી નિયમનું પાલન કરતા દેશનાં પ્રધાનમંત્રીએ વગર માઈકે સભાને સંબોધી હતી.PM મોદીએ ફરી લોકો સમક્ષ હાજર થવાની બાહેંધરી આપી હતી.