ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં થોડા સમયની સ્થિરતા ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં પહેલા ઘટાડો કરાયો હતો. જ્યાર બાદ ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના આજના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરાતા CNG ગેસનો નવો ભાવ આજે 86.90 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, તારીખ 18 ઓગસ્ટના રોજ અદાણી સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે સીએનજીનો ભાવ 83.90 થયો હતો. જ્યાર બાદ આજે ફરીવાર CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે વધીને 86.90 થઇ ગયો છે. આ અગાઉ અમદાવાદમાં પહેલા 83.90 રુપિયા પ્રતિ કિલો CNG ગેસ મળતો હતો. આજે આ ભાવ 86.90 રુપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.
વધતી જતી મોંઘવારી સામે મધ્યમવર્ગના પરિવારોની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. ગઈ કાલે રેપો રેટ બાદ હવે આજે અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાતા જનતાને તહેવારણ ટાણે જ મોટો ફટકો પડ્યો છે. ગઈ કાલના 83. 90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોએ 86.90 રૂપિયા ચૂકવવા પડશે.