એએનઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.
લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. એએનઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.
પ્રધાનમંત્રીએ આજથી જે 5જી મોબાઈલ સેવાનો શુભારંભ કરાવ્યો તે ગણતરીના શહેરોમાં ઉપલબ્ધ થશે. આ શહેરોમાં અમદાવાદ પણ સામેલ છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત કેટલાક શહેરોમાં આ સેવા ઉપલબ્ધ થશે.
હાલ સમગ્ર દેશમાં નહીં મળે 5જી
જો કે શરૂઆતમાં દેશના તમામ શહેરોમાં આ 5જી સેવા ઉપલબ્ધ નહીં થાય. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત અમુક શહેરોમાં જ આ સેવા મળશે. 5જી સેવાનો વિસ્તાર આગામી વર્ષના અંત સુધીમાં પેન ઈન્ડિયા લેવલ પર થશે. હાલ મેટ્રો શહેરોમાં 5જી કનેક્ટિવિટી મળશે.