ભાવનગરના નારીરોડ પર આવેલ પ્લાસ્ટિકની ફેકટરીમાં કામ કરતા કામદારનું પ્લાસ્ટિક સાફ કરવાના મશીનના મીક્ષચરમાં આવી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના નારીરોડ પર આઈ.પી.સી.એલ. સામે આવેલ જાહ્નવી એન્ટરપ્રાઇઝ નામની પ્લાસ્ટિકની ફેકટરીમાં કામ કરતા શહેરના કુંભારવાડા, નારીરોડ,અવેડા પાસે રહેતા ભાગીરથભાઈ પ્રસાદરામ નિમાવત (ઉ.વ.૩૨ ) ગત મોડી રાત્રીના ફેકટરીમાં પ્લાસ્ટિક સાફ કરવાના મશીનમાં કામ કરતા હતા તે દરમિયાન અકસ્માતે મીક્ષચરમાં આવી જતા તેમનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.