ગોહિલવાડમાં આજે વિજયાદશમી પર્વની ઉજવણી થઇ હતી. દશેરાના પવેે ચોેળાફળી, જલેબી, ફાફડા ખાવાની પરંપરા રહી છે ત્યારે સ્વાદશોખીન લોકોએ આજે લાખો રૂપિયાની ચોળાફળી-જેલેબી આરોગી હતી. આ વર્ષે મોંઘવારીના મારને કારણે લોકોને ચોળાફળી-જલેબીની જિયાફત માણવા માટે ૧૦થી ૧૫ ટકા ભાવ વધુ ચુકવવા પડ્યા હતાં.
દશેરાને લઈ વેપારીઓ દ્વારા મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપરાંત શહેરમાં ઠેક-ઠેકાણે ચોળાફળી-જલેબીનું વેંચાણ કરતા નજરે પડ્યા હતા. આ માટે અલગ-અલગ સ્થળોએ માંડવા-ટેબલો પણ ગોઠવી દેવાયા હતા. જલેબી અને ચોળાફળી, ફાફડાં પાડવા માટે ખાસ રકમ ચુકવી કારીગરોને રાખી લેવામાં આવેલ. સવારથી જ ખરીદી માટે લોકો ઉમટી પડેલ. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચોળાફળી-જલેબીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો જાેવા મળ્યો હતો.