અસત્ય પર વિજયનું પર્વ એટલે વિજયાદશમી. આ દિવસે શાસ્ત્રમાં શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. ભાવનગર ગરાસીયા ક્ષત્રિય સમાજ દ્વારા પ્રતિવર્ષ શસ્ત્ર પૂજન સાથે વિજયાદશમી પર્વની ઉજવણીની પરંપરા રહી છે જેમાં ભાવનગર રાજવી પરિવાર તેમજ ક્ષત્રિય સમાજના જુદા જુદા ક્ષેત્રના આગેવાનો અને કાર્યકર્તાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઇને જાેડાય છે.
આજે વિજયાદશમીના પર્વે શસ્ત્ર પૂજન પૂર્વે શહેરના ચિત્રા વિસ્તારમાંથી બાઇક રેલી યોજાઇ હતી જેમાં યુવાનો અને આગેવાનો સાફામાં સજ્જ થઇ જાેડાયા હતાં. શહેરના મુખ્ય માર્ગો પર થઇને બાઇક રેલી નવાપરા સ્થિત ગરાસીયા બોર્ડિંગ ખાતે સંપન્ન થઇ હતી. બાદમાં વિધિવિધાન સાથે વિવિધ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. (તસવીર: મૌલિક સોની)