ભાવનગરના મધવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલ રોડવેઝની ઓફિસમાં માણસ દ્વારા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાંડવાનો કારોબાર ઝડપી લઈ રૂ.૫૫ હજારના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.આ સ્થળેથી વિદેશી દારૂ અને બિયર મળી આવતા પોહીબિશનનો ગુનો પણ દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ શહેરના વાઘાવાડી રોડ, મધવદર્શન કોમ્પ્લેક્સ,૧૫૨ માં આવેલ કિરણ રોડવેઝના ભાગીદારો રામભાઈ જીવાભાઈ ખમલ અને વિનોદભાઈ અરજણભાઈ કોતર તેમની ઓફિસમાં તેમના માણસ સુનિલભાઈ નરેન્દ્રભાઈ પરમાર મારફત તેમના ગ્રાહકો પાસે સાઉથ આફ્રિકા ટી.૨૦ ચેલેન્જમાં ડોલ્ફીન વિરુદ્ધ ટાઈટનની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાના સોદા લખાવી હરજીતનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ દરોડો પાડી જુગારના સોડા લખતા સુનિલ નરેન્દ્રભાઈ પરમારને ઝડપી લીધો હતો.
એલ.સી.બી.એ ઓફિસમાંથી લેપટોપ,બે મોબાઈલ,હિસાબની ડાયરી,રકડા રૂ.૩૫૫૦ કબજે કર્યા હતા.તપાસ દરમિયાન ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ અને બિયરનું ટીન પણ મળી આવતા પોલીસે જુગરધારાની કલમ ઉપરાંત પ્રોહીબિશનની કલમ હેઠળ સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.